અરવલ્લી : અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉનમાંથી પરિણીત મહિલાને ઈન્ડિકા કારમાં પાંચ ઈસમોએ આવી ફરિયાદીની પત્નીને બળજબરીપૂર્વક અપહરણ કરી ભાગી ગયાની મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ અરવલ્લી એલસીબી પોલીસ ઈન્સ્પેકટર આર. કે. પરમાર અને તેમની ટીમને સોંપવામાં આવતાં એલસીબી પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે ભોગ બનનાર તેમજ આરોપીઓની જુદી જુદી જગ્યાએ તપાસ કરવામાં આવતાં સૌ પ્રથમ દાહોદ જિલ્લાના લીમડી પોલીસ મથકના ખરવાણી ગામે તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ અપહરણકર્તાઓ ત્યાં પણ મળી આવ્યા ન હતા . 

દરમિયાનમાં બાતમીદારો થકી મળેલી બાતમીના આધારે મહેમદાવાદની ખાત્રજ ચોકડી ખાતે એલસીબી પોલીસે બે ટીમો બનાવી જગ્યા કોર્ડન કરી વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન રાત્રીના સમયે છાપો મારી અપહરણનો ભોગ બનનાર મહિલા અને તમામ પાંચ આરોપીઓ તથા ગુનામાં વપરાયેલી ઈન્ડીકા કાર સાથે રામભાઈ મકસીભાઈ ડામોર રહે. ખરવાણી. જી દાહોદ, સુરેશ ડામોર રહે. ખરવાણી, અલ્કેશ ડામોર રહે. ખરવાણી, કીશોર દોઢિયાર રહે. થરકા. જી. દાહોદ અને અપહ્‌ત મહિલા ગીતાબેન બાંહા રહે. ખરોડ જી. દાહોદ તમામ પાંચેય આરોપીઓને પોલીસે ઝડપી લઈ જેલ ભેગા કર્યા છે.