બોડેલી, આખું વર્ષ ખેડૂતોએ વરસાદી આફતોમાં થયેલ નુકશાનીનું વળતળ તો આ ખેડૂતોને મળ્યું નથી પણ આ જે નુકશાન થયું છે તે અધિકારીઓની બેદરકારી ને લઈ થયું હોય આ વિસ્તારના ખેડૂતો વળતળની માંગ કરી રહ્યા છે બોડેલી તાલુકાના ગણેશવડ ગામ પાસેથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં પાણી છોડાતા કેનલો ઉભરાઇ જતા ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે અને ઊભો થયેલ માલ હવે નકામો બની ગયો છે જેને લઈ ખેડૂતોને ભારે નુકશાની વેઠવા નો વારો આવ્યો છે પરંતુ નર્મદા નિગમના અધિકારીઓને જાણે ખેડૂતો ની કાઇ પડી ન હોય તેમ લાગી રહ્યું છે ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તેમજ ખેતીમાં આવક બમણી થાય તે માટે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગણેશવડ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કોબા માઇનોર કેનલોનું પાણી ખેડૂતોના ખેતરો સુધી પોહચી જાય છે કેનલો તો બનાવી દીધી પરંતુ અધિકારીઓની બેદરકારીને લઈ જ્યારે કેનલોમાં પાણી છોડવામાં આવે છે ત્યારે કેનલોમાં દેખ રેખ રાખવામાં આવતી નથી. કેનલોમાં પાણી છોડી અધિકારીઓ પોતાની જવાબદારી પુરી કરી દે છે પરંતુ કેનાલો ઓવરફ્લો કે કેનલોમાથી પાણીનું જમણ થાય છે તેની કાળજી રાખવામાં આવતી નથી જેને લઈ ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જાય છે અને ખેડૂતોના ઊભા પાકને નુકશાન કરે છે સિંચાઇના પાણીથી લાભ મળવાને બદલે ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે