વડોદરા, તા.૨૮

વડોદરા શહેરના ત્રણ શખસો આર્મી ઓફ મહાદી નામનું ગ્રૂપ બનાવી તેમાં યુવતીઓના ફોટા અપલોડ કરી સમાજમાં કોમી વૈમનસ્ય તેમજ અલગ અલગ ધર્મના નવયુવાન યુવક-યુવતીઓને ટાર્ગેટ કરી તેમનો વીડિયો ઊતારી સમાજમાં બદનામ કરવાની ધાકધમકી આપતા ત્રણને પોલીસે ઝડપી લીધાં હતાં. બાતમીના આધારે ગોત્રી પોલીસે ત્રિપુટીને દબોચી લીધી છે. પોલીસે તેમના મોબાઈલ ફોન જપ્ત કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

શહેરના પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે હિના કોમ્પલેક્સમાં રહેતા બુરહાન બાબા નન્નુમિયાં સૈયદ, ફતેપુરા સુથાર ફળિયા ગફતેપુરામાં રહેતો મુસ્તકીમ ઈમ્તિયાઝ શેખ અને કીર્તિસ્તંભ રાજમહેલ રોડ પીરામિતાર મહોલ્લામાં રહેતો સાહિલ સહાબુદ્દીન શેખ આ ત્રણેયે પહેલાં આર્મી ઓફ મહાદી નામનું ગ્રૂપ બનાવી તેમાં આકર્ષક યુવતીઓના ફોટા મૂકી ગ્રૂપ મેમ્બર બનાવતા હતા. તદ્‌ઉપરાંત તેઓ સમાજમાં કોમી વૈમનસ્ય ફેલાય તેવો વીડિયો તથા અલગ અલગ ધર્મના નવયુવાન યુવક-યુવતીઓને ટાર્ગેટ કરી તેમનો વીડિયો ઊતારીને ઈમોશનલ બ્લેકમેલિંગ કરતા હતા. આવા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા, જે વીડિયોની બાતમી પોલીસતંત્રને મળી હતી. સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરનાર શખ્સોની ટેકનિકલ સોર્સથી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં શહેરના ત્રણ યુવાનોની ચોક્કસ બાતમી મળતાં ગોત્રી પોલીસે આ ત્રિપુટીને દબોચી લીધી હતી. પોલીસે આ ત્રણેય સામે તપાસ આરંભી છે.

કોઇ યુવતિ અન્ય ધર્મના યુવક સાથે જાેવા મળે તો ગ્રૂપમાં મેસેજ કરી ટાર્ગેટ કરતાં

તેઓ પોતાના ધર્મની યુવતિઓ પર નજર રાખતા હતા. જાે આ યુવતિઓ અન્ય ધર્મના યુવક સાથે ફરે તો તેનો વિડીયો બનાવતા હતા. અને ગેરવર્તણુંક કરતા હતા. અને તેમના માતા-પિતાને પણ હેરાન કરતા હતા. મોરલ પોલિસિંગ કરતા હતા. પૈસા પડાવવાની પ્રવૃત્તિ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પણ જે કોઇ યુવતિ અન્ય ધર્મના યુવક સાથે જાેવા મળે તે તેઓ ગ્રુપમાં મેસેજ કરે, કહે તમે ત્યાં પહોંચો, તેના માતા-પિતાનો સંપર્ક કરો. કોમી વૈમનસ્ય ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. આ ગ્રુપમાં બહારના રાજ્યો પણ જાેડાયેલા છે. તેમનાથી પણ તેઓ ઇન્સ્પાયર થતા હતા.

મોબાઇલ ફોન એફએસએલમાં મોકલવામાં આવશે

વધુ તપાસમાં ધ્યાને આવ્યું હતું કે, માહિતી મળે કે તેઓ ત્યાં સ્થળ પર પહોંચી જતાં અને હોબાળો કરતાં હતાં. આવું ઓડિયો, વિડીયો અને ફોટામાં જાેવા મળ્યું હતું. તેમની મોડસ ઓપરેન્ડી અનુસાર, તેઓ ચાર મહિના ગ્રૂપ ચાલુ રાખતાં હતો અને પછી બીજુ ગ્રૂપ બનાવતાં હતા. ગ્રૂપમાં જાેડાયેલાં મેમ્બર્સની ફેમિલીને પણ બ્લેકમેલ કરતા હતા. આ તમામ વાતોને ધ્યાને રાખીને તપાસ કરતા આર્મી ઓફ મહાદી (છઇસ્રૂ ર્ંહ્લ સ્છૐડ્ઢૈં (છજી)) નામનું એક ગ્રૂપ ચાલતું હતું. હાલ તેમનું લશ્કર-એ-આદમ ગ્રૂપ એક્ટિવ છે. આના ત્રણ એડમિનને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. તેઓ એવા ગ્રૂપ ચલાવતા કે, તેમાં કોઇ પણ છોકરી અને મહિલાને ટાર્ગેટ કરતા હતા. અન્ય ધર્મના પુરૂષ જાેડે દેખાય કે તેમનો વિડીયો ઉતારીને બ્લેકમેલ કરતા હતાં. આખા વડોદરામાં તેમનું નેટવર્ક છે. કોઇ પણ વિસ્તારમાં તેઓ તેમનો પીછો કરતા હતાં. ત્રણેયના મોબાઇલ ફોન જપ્ત કરીને એફએસએલમાં મોકલવામાં આવશે. જે ફોટા ડિલીટ કરી દેવામાં આવ્યા છે, તેને રિકવર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

મેસેજ ફોરવર્ડ-રિસીવ કર્યા હશે, તેમની પણ

પૂછપરછ કરાશે

પોલીસે જણાવ્યું હતું કે, અત્યાર સુધી કોઇ પરિવારે અમારો સંપર્ક કર્યો નથી. અમને બાતમી મળી છે કે, કોઇ મહિલાની સગાઇ થઇ ગઇ હોય અને તે અન્ય ધર્મના યુવાન સાથે જાેવા મળે તેમના ફેમિલીને બ્લેકમેલ કરતા હતા. કઇ રીતે બ્લેક મેલ કરે તે અમે તપાસમાં શોધી રહ્યા છે. તેમની પાછળ કોઇ મોટા ગ્રૂપનો હાથ છે, જુદા જુદા ગ્રૂપના નામે અન્ય જગ્યાઓથી પણ ચાલતા હોવાનું સામે આવ્યું છે. જે લોકોએ પણ આવા મેસેજ ફોરવર્ડ અને રિસીવ કર્યા હશે, તેમને બોલાવીને પૂછપરછ કરવામાં આવશે.

અકોટા બ્રિજ પાસે બનેલી ઘટના બાદ ટોળકીનો પર્દાફાસ થયો

પોલીસે ઉમેર્યું કે, આ લોકો ત્રણ-ચાર મહિના સુધી એક ગ્રૂપ એક્ટિવ રાખતા હતા અને ત્યાર બાદ તેને ડિલીટ કરી નવું ગ્રૂપ બનાવતાં હતાં. તેઓ એરિયા પ્રમાણે ટાર્ગેટ કરતા હતા. જેને લઇને વધારે તપાસ ચાલી રહી છે. ૪ - ૫ પીડિત લોકોના ફોટા અમારી પાસે છે. તાજેતરમાં અકોટા બ્રિજ પાસે મહિલા પોતાના મિત્ર સાથે બેઠાં હતા. ત્યારે ૧૫ જેટલા લોકો ત્યાં આવ્યા અને તેમને ઘેરી લીધા હતા. ત્યાર બાદ તેમની પૂછપરછ કરવામાં આવી હતી. મહિલાને પૂછ્યું કે, તમે ક્યાંના છો, તમે કેવી રીતે અહિંયા ફરો છો, તમારી સાથે ગેરવર્તણુંક કરવામાં આવી હતી. આ વિડીયો અમારી પાસે આવ્યો હતો, જેની વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે, આ પ્રકારના ગ્રૂપ ચાલી રહ્યા છે. જેઓ વિવિધ ધર્મના મહિલા-પુરૂષને બ્લેક મેલ કરતા હોય છે. અને કોમી માહોલ ઉભો કરવાનો પ્રાયાસ કરતા હોય છે.

અશાંતિ ફેલાય અને મોબ લિન્ચિંગ થવાનો ભય હતો

ડીસીપી અભય સોનીના જણાવ્યા અનુસાર, અમને એવો ઓડિયો મળ્યો છે, જેમાં સંભળાય છે, જેઓ બીજા ધર્મના હોય તેમના મોબાઇલ ચેક કરો, તેમની પૂછપરછ કરો. આમાં સંકળાયેલા તમામ સુધી પહોંચવાના પ્રયાસ કરવામાં આવશે. અન્ય ધર્મના હોય તેમને મારામારી કરવાનું પણ જાણવા મળ્યું છે. જેનાંથી મોબ લિન્ચિંગ અને કોમી ઘટનાઓ બનવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આમાં જાેડાયેલા તમામને બોલાવી પૂછપરછ કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે. કોઇ પણ પરિવાર આ પ્રકારના લોકોથી ત્રાસ્ત હોય તે અમને જાણ કરો. તમામની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

ગોત્રી પોલીસ મથકે ત્રિપુટી વિરુદ્ધ આઈપીસી ૧૫૩એ, ૫૦૫પ ૨૦૧ હેઠળ ગુનો દાખલ

આગામી દિવસોમાં આવી રહેલ તહેવારોને ધ્યાનમાં રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા અસામાજિક તત્ત્વો દ્વારા અરાજકતા ન ફેલાવે તે માટે શહેર પોલીસતંત્ર એક્ટિવ બન્યું છે. દરમિયાન સોશિયલ મીડિયા પર કોમી વૈમનસ્ય ફેલાવે તેવા વીડિયો અપલોડ થયેલા ધ્યાને આવતાં પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી વીડિયો અપલોડ કરનાર ત્રિપુટીને ઝડપી લીધા હતા. આ ત્રિપુટી વિરુદ્ધ આઈપીસી કલમ ૧૫૩એ, ૫૦૫, ૨૦૧ હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક તપાસમાં આ ગ્રૂપના ત્રણથી ચાર સભ્યો મળી આવ્યા છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. - અભય સોની, ડીસીપી ઝોન-ર