વડોદરા,તા.૨૨

એમ.એસ.યુનિ.ના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડો વિજય કુમાર શ્રીવાસ્તવને આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત સમારંભમાં બે નામાંકિત એવોર્ડસ આપવામાં આવ્યા હતા. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આયોજિત ’ભારત મહોત્સવ’- એક અને અખંડ ભારતની ઉજવણી- અંતર્ગત પ્રોફેસર શ્રીવાસ્તવને ’ભારત ગૌરવ સન્માન થી સન્માનીત કરવા માં આવ્યા હતા. આ એવોર્ડ પ્રોફેસર શ્રીવાસ્તવને એમના પર્યાવરણ અને ક્લાયમેન્ટ ચેન્જ તેમજ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ક્ષેત્રે તેમણે કરેલા યોગદાન ને બિરદાવતા આપવામાં આવ્યો હતો. આ સાથે જ આયોજિત અન્ય એક કાર્યક્રમમાં પ્રો. શ્રીવાસ્તવને ’ગ્લોબલ પીસ લીડરશીપ એવોર્ડ’ રોયલ ક્વીન ઓફ બેવરલી હીલ્સ તેમજ આંતરરાષ્ટ્રીય સમાજસેવિકા તથાઆર્ટ ફોર પીસ એવોર્ડસના સ્થાપક ડો. ડેમ મુનિ ઇરોન દ્વારા આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વન ઇન્ડીયાની વિભાવના સાથે આયોજિત થતા આ કાર્યક્રમમાં ભારતના પોતીકા એવા ’સેલ્ફ રીલાયન્ટ (સ્વ-આધારિત), ’મેઇક ઇન ઇન્ડીયા’, ’ડીજીટલ ઇન્ડીયા’, ‘ઇનક્રેડીબલ ઇન્ડીયા’ જેવી પહેલને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ આયોજનના ભાગરૂપે થતી અનેકવિધ પ્રવૃતિઓ જેવી જે સ્વદેશી મંચ, સ્વદેશી પરેડ અને સ્વદેશી કનેક્ટ વિગેરેમાં ફાઉન્ટેન વેલીના માનનીય મેયર જ્યુડ એલી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભારત તેમજ યુ.એસ.એ.ની આ બધી બહુમુખી પ્રતિભાઓની વચ્ચે પ્રોફેસર શ્રીવાસ્તવ એક જાણીતા શિક્ષણશાસ્ત્રી તરીકે પરિચીત કરાયા, મેડલથી સન્માનિત કરાયા અને ગ્રાન્ડ કી-ટ્રોફીથી સન્માનીત કરવા માં આવ્યા હતા. ઋ સમારંભનું આયોજન સબાન થીએટર, બેવરલી હીલ્સ, હોલીવૂડ, લોસ એન્જલસ, યુ.એસ.એ ખાતે કરવામાં આવ્યું હતું.