આણંદ : ઔષધિય અને સુગંધિયા પાક સંશોધન નિર્દેશાલયના નિર્દેશક ડૉ. સત્યજીત રોયે કૃષિ બિલ પર ચાલતાં ખેડૂતોના પ્રદર્શન વચ્ચે ત્રણેય બિલ વિશે ઔષધિય અને સુગંધિયા પાકની ખેતી કરતાં ખેડૂતોને લાંબા ગાળાના ફાયદા બાબતે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આ બિલના અમલ સાથે હવે ઔષધિય અને સુગંધિયા પાકોની ઉપજની વેચાણ વ્યવસ્થામાં અન્ય પાકની જેમ મધ્યસ્થીઓની દખલ સમાપ્ત થઈ જશે. વર્ષ ૨૦૦૧થી આ કૃષિ બિલનો અમલ કરવાની પહેલ ચાલી રહી છે. એમ.એસ. સ્વામીનાથની ભલામણ પ્રમાણે તેનો અમલ ૨૦૦૬થી કરવામાં આવ્યો હોત તો ઘણાં સારાં પરિણામો આવ્યા હોત, જેથી કૃષિથી મધ્યસ્થીઓની દખલ દૂર થઈ હોત અને તેનાં અમલીકરણથી ખેડૂતોને ફાયદો થઈ ગયો હોત. 

બિલમાં સુધારાં પહેલાં અને પછી વિશે શું જણાવ્યું?

• સુધારણા પહેલાંની વ્યવસ્થા : સૂચિત ખેત પેદાશ જ ખેડૂતો વેચાણ સમિતિમાં વેચી શકે છે. વચોટિયાઓનો ઈજારો વેપારીઓ કૃત્રિમ રીતે મૂલ્ય નીચું રાખશે. પેદાશ બજારમાં લાવ્યાં પછી ખેડૂતે જે મૂલ્ય નક્કી કર્યું તે સ્વીકારવું પડશે. ગ્રાહક દ્વારા નિર્ધારિત બજાર ફી, વળતર અને અન્ય વસૂલી કરાશે. કિંમતોનો ફેલાવો બહોળો રહેતાં બજાર તૂટવું, વચેટિયાઓની લાબી સાંકળ યુવા ખેડૂતો માટે ખેત પેદાશની વેચાણની કોઈ તક નહીં. વચેટિયાઓને છોડીને સીધા ગ્રાહકને વેચાણ નહીં કરી શકે. વિવિધ રાજ્યમાં આવેલાં ખેત પેદાશ વેચાણ સમિતિની બહાર ફળો અને શાકભાજી વેચાણની આઝાદી, નાના જમીનદારોને ખરીદ વેચાણ બજારમાં સોદો કરવાની સત્તા નથી. કરાર ખેતી અમુક મર્યાદા અને બ્યુરોક્રેટસના નિયંત્રણથી પ્રતિબંધિત છે.

• સુધારણા પછીની વ્યવસ્થા : ખેડૂતો તેનાં પાક ખેત પેદાશ વેચાણ સમિતિ અથવા કોઈપણને વેચી શકે છે. વેચાણ માટે ઘણાં બધાં વિકલ્પ મળશે. સ્પર્ધાત્મક રીતે સારું વળતર મળશે. ઘર આંગણે પણ સોદો કરી શકે છે. કોઈપણ ફી અને વળતર નહીં. ખેડૂત અને ગ્રાહને મોટી બચતનો લાભ મળશે. ખેડૂતોનો ગ્રાહકોની ચૂકવણીમાં મોટો ફાળો રહેશે, માલવાહકની નીચી કિંમત નહિવત અથવા વચેટિયા વગર ગ્રામિણ યુવા ખેડૂતોને વેપાર કરવાની તક મળશે અને વેચાણ માટેની સાંકળ ઊભી કરી શકાશે. ગમે તેને સીધું વેચાણ કરી વધુ સારી કિંમત મેળવી શકાશેે. આ આઝાદી બધી જ ખેત પેદાશ માટે દેશભર માટે વિસ્તૃત કરેલ છે.

• આધુનિક સેવાઓનો ઉપયોગ કરી મૂલ્ય જાેખમ સામે રક્ષણ મેળવવા સશક્તિકરણ કરેલ છે. ખેડૂતની અનુકુળતા પ્રમાણે કરાર ખેતી કરી શકાય.

• માન્યતાઓ શું છે?ઃ ખેત કાનૂનથી ખેડૂતોને ફાયદો નહીં થાય. ખેડૂતોના વિવાદ શમાવવાની કોઈ શક્યતા નથી. ખેડૂતો સમયસર મૂલ્ય નહીં મેળવી શકે. ખેડૂત સંગઠનોને ફાયદો નહીં થાય. મહત્તમ વેચાણ મૂલ્ય રદ થશે. ખેત પેદાશ વેચાણ સમિતિની બહાર વેચાણ કરવા માટે લાયસન્‍સની જરૂર પડશે. ખેત પેદાશ વેચાણ સમિતિ બંધ થઈ જશે. કાયદો રાજ્યોની ખેત પેદાશ વેચાણ સમિતિઓના હક્ક છીનવી લેશે. કાયદો ખેડૂતોની ચુકવણીની સલામતી નથી આપતો. કાયદા દ્વારા ખેતી લાયક જમીન કોર્પોરેટ સંપાદિત કરી લેશે.

• જ્યારે હકિકત શું છે? : ખેડૂતો તેમનાં ખરીદદાર અને કિંમત પંસદ કરી શકે છે. કાયદો લઘુત્તમ દરે ચોક્કસ સમય સીમામાં સ્થાનિક એસડીએમ કાર્યાલયના સ્તરે વિવાદના નિરાકરણ માટે પ્રોત્સાહિત કરે છે. ખરીદદારે ખેડૂતોને એ જ દિવસ અથવા કરારના ત્રણ દિવસની અંદર મૂલ્ય ચૂકવવાનું રહેશે. મહત્તમ વેચાણ મૂલ્ય પહેલાની જેમ ચાલુ રહેશે. ભારતીય ખાધ નિગમ અને અન્ય સરકારી સંસ્થા પહેલાની જેમ ખેડૂતો પાસેથી ખરીદ કરી શકશે. ખેડૂતો ખેત પેદાશ વેચાણ સમિતિ સિવાયના ખરીદદાર કે જે સારી કિંમત આપે છે, તેને કોઈપણ જાતની નોંધણી કે સોદા માટેની ફી વગર વેચાણ કરી શકશે. પહેલાંની જેમ બજાર પ્રણાલી ચાલું રહેશે. કાયદો એ ખેત પેદાશ વેચાણ સમિતિના કાયદાને નબળો કરતો નથી અને બજાર બહાર વેચાણ માટે પરવાનગી આપે છે. કાયદો ખેડૂતોના હિતની સલામતીની પૂરતી માર્ગદર્શિકા પૂરી પાડે છે. કાયદો ખેડૂતની જમીન કે કાયમી માળખાના સ્થાનાંતરણને રોકે છે.