દિલ્હી-

આજે તે લોહડી છે પણ પંજાબના ખેડુતો તેની ઉજવણી કરી રહ્યા નથી. દિલ્હીની સરહદ પર, આંદોલનકારી ખેડૂતોએ ત્રણ નવા ખેતી કાયદાની પરત ખેંચવાની માંગ સાથે કહ્યું હતુ કે તેઓ લોહડીની ઉજવણી નહીં કરે પરંતુ લોહડીના દિવસે ત્રણેય કૃષિ કાયદાની નકલો બાળી નાખશે. ખેડૂત નેતા સતનામ સિંહ સાહનીએ કહ્યું કે, આજે અમે લોહરી ઉત્સવમાં 12 વાગ્યાથી કૃષિ કાયદાની નકલો સળગાવીશું.

તેમણે કહ્યું કે અમે ગઈકાલે સ્પષ્ટ કરી દીધું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિ સમક્ષ અમે જઈશું નહીં કારણ કે સમિતિના ચાર સભ્યો સરકારના લોકો છે. તેમણે પૂછ્યું કે અમે કેવી રીતે વિચારી લઇએ તેઓ અમારી સાથે પક્ષપાત નહીં કરે ? સાહનીએ કહ્યું કે, "સમિતિના સભ્યોમાંના એક, ભૂપેન્દ્ર માન જે ખેડૂત નેતા નથી. તેઓ કાયદાની તરફેણમાં રહ્યા છે, અમારા આંદોલનમાં ક્યારેય આવ્યા નહીં."

સાહનીએ આક્ષેપ કર્યો છે કે સમિતિમાં ખેડૂત આંદોલનનો પક્ષ લેવા વાળું કોઇ નથી. તેથી, આમારું આંદોલન આ રીતે ચાલુ રહેશે. તેમણે કહ્યું, "26 જાન્યુઆરીએ લાખો ટ્રેકટરોના ખેડુતો દિલ્હીમાં પરેડ કરશે. અમે શાંતિપૂર્ણ રીતે આ પરેડ કરીશું." તેમણે કહ્યું, "અમે ભારત સરકારના કોઈપણ કાર્યક્રમમાં કોઈ અડચણ ઉભી નહીં કરીએ."