છોટાઉદેપુર -

છોટાઉદેપુર જિલ્લામાં કેળાનો ભાવ તળિયે બેસી જતા કેળ પકવતા ખેડૂતોને આર્થિક રીતે ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. કોરોના મહામારીમાં માર્ચ મહિનાથી સરકારે સમગ્ર રાજ્ય સહીત ભારતભરમાં લોકડાઉન કરી પાક લણીને બઝારમાં વેચવાના સમયે કરતા ગત વર્ષના સમયથી લઈને અત્યાર સુધીમાં ખેડૂતોને તમામ પાકોમાં વેપારીઓ તરફથી લોકડાઉનનું બહાનું બતાવી મહામુલા અને મહામહેનતે પકવેલ પાકનો ભાવ પોષણક્ષમ આપ્યો નથી જયારે બીજી તરફ બઝારમાં હાલમાં પણ કેળું ૨૦-૩૦ રૂપિયે પ્રતિકિલો વેચાઈ રહ્યું છે. 

વેપારીઓ ઘ્વારા ખેડૂતો પાસેથી ૧૨૦-૧૪૦ રૂપિયા પ્રતિ ૨૦ કિલોમાં ખરીદાય રહ્યું છે આમ લોકડાઉનના નામે વેપારીઓ ખેડૂતોને છેતરી રહ્યા છે કેન્દ્ર સરકારે હાલ ખેડૂતો પોતાનો માલ ગમે ત્યાં વેચી શકાશે અને વધુ નફો મેળવશે નું બિલ બંને સદનોમાં પાસ કર્યું પરંતુ ખેડૂતો ખેતી કરશે કે માલ વેચવા જશે? માલ કોને વેચશે કે કોણ ખરીદશે? તેની સ્પષ્ટતા બિલમાં કરી નથી હાલમાં સરકારે દરેક પાકના મૂલ્યમાં વધારો કરી ખેડૂતોને લોલીપોપ આપવાનું કાર્ય કર્યું છે તેવો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં કેળ પકવતા ખેડૂતોની આર્થિક કમર ભાવ તળિયે બેસી જતા તૂટી ગઈ છે. કેળ પકવતા ખેડૂતોની માંગ છે કે સરકાર પોષણક્ષમ ભાવ અંગે ખેડૂતોની વ્હારે નહિ આવે તો આવનારી ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.