અમદાવાદ-

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણનાં કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેેશને એક મોટો નિર્ણય લીધો છે. હવે અમદાવાદમાં રાત્રીનાં 10 વાગ્યા પછી તમામ બજારો-દુકાનમો બંધ રહેશે. અમદાવાદ શહેરમાં આ કડક નિર્ણય શહેરમાં વધી રહેલા કોરોનાનાં કેસને લીધે લેવાયો છે.  જે વિસ્તારમાં રાત્રી કર્ફ્યું છે ત્યાં માત્ર દવાની દુકાનો ખુલ્લી રહેશે. મળતી માહિતી મુજબ, અનલોક બાદ દુકાનો શરૂ કરવાની મંજૂરી આપતા પશ્ચિમ વિસ્તારમાં ઠેર-ઠેર લોકો બહાર રસ્તાઓ પર ઉભા રહેતા હતા. જેને કારણે કોરોના સંક્રમણ ફેલાવવાનો સતત ભય રહેતો હતો. અને એ જ કારણે અમદાવાદનાં OSD રાજીવ ગુપ્તા દ્વારા આ મોટો નિર્ણય લીધો હોવાનુ સામે આવી રહ્યુ છે.


જાણો કયા વિસ્તારોમાં રહેશે રાત્રી કર્ફ્યુ


શિવરંજનીથી જોધપુર ચારરસ્તા

રોયલ અકબર ટાવર પાસેનો વિસ્તાર

સોનલ સિનેમાથી અંબર ટાવરથી વિશાલા સર્કલ

સરખેજ રોજા-કેડિલા સર્કલ-ઉજાલા સર્કલ

સાણંદ ચાર રસ્તા થી શાંતિપુરા ચોકડી

વસ્ત્રાપુર તળાવ અને આજુબાજુનો વિસ્તાર

માનસી સર્કલથી ડ્રાઈવઈન રોડ

ડ્રાઈવઈન રોડ

શ્યામલ બ્રિજથી જીવરાજ ચારરસ્તા

બળિયાદેવ મંદિરથી જીવરાજ ચારરસ્તા

IIM રોડ

SG હાઇવે

સિંધુભવન રોડ

પ્રહલાદનગર રોડ

YMCAથી કાકે દા ઢાબા

પ્રહલાદનગરથી ગાર્ડનથી પેલેડિયમ સર્કલ

બુટભવાની મંદિરથી આનંદનગર રોડ

ઈસ્કોન ચારરસ્તાથી શપથ-4.5 સર્વિસ રોડ

બોપલ આંબલી રોડ

ઈસ્કોન આંબલી રોડથી હેબતપુર વચ્ચેનો વિસ્તાર

સાયન્સ સીટી રોડ

શીલજ સર્કલથી સાયન્સસીટી સર્કલ સુધી 200 ફુટનો રીંગ રોડ

આંબલી સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધી 200 ફુટનો રીંગરોડ

સી.જી.રોડ

લો ગાર્ડન ( ચાર રસ્તા-હેપી સ્ટ્રીટ, મ્યુનિસિપલ માર્કેટ, પંચવટી સર્કલ)

વસ્ત્રાપુર તળાવ અને આજુબાજુનો વિસ્તાર

માનસી સર્કલથી ડ્રાઈવ-ઈન રોડ