ગાંધીનગર-

રાજ્યમાં કોરોના કેસની કુલ સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે આ માસ્કને લઈને અનલોક-1 દરમિયાન રાજ્ય સરકારે 200 રૂપિયા દંડ જાહેર કર્યો હતો, ત્યારબાદ 200 રૂપિયા દંડથી વધારેના 500 રૂપિયા દંડ કર્યો હતો, પરંતુ આજે હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે માસ્ક વગર કરનારા લોકો પાસેથી 1000 રૂપિયા દંડ વસૂલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત હાઇકોર્ટે સરકારને કરી હતી ટકોરનોંધનીય છે કે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા જાહેરમાં માસ્ક ન પહેરતા લોકોને મોટો દંડ કરવાની ટકોર કરી હતી. હાઇકોર્ટે માસ્ક ન પહેરતા લોકોને એક હજાર રૂપિયા સુધી દંડ કરવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટના આદેશનો મંગળવારથી અમલ કરવામાં આવશે. આ સાથે જ મુખ્યમંત્રીએ રાજ્યના લોકોને અપીલ કરી હતી કે જન્માષ્ટમની સહિતના તહેવારોમાં ભીડ હોય ત્યાં ન જવું અને બને તો ઘરે રહીને જ તહેવારોની ઉજવણી કરવી.

સંક્રમણને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહે અને ઘરમાં રહીને તહેવારોની ઉજવણી કરે તેવી પણ અપીલ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરી હતી. હવે આ માસ્કનો પહેરનારા લોકો પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. જે 11 ઓગસ્ટ મંગળવારે સમગ્ર રાજ્યમાં લાગૂ કરવામાં આવશે.