નડિયાદ : આજે સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેકટર આઇ.કે.પટેલની આગેવાનીમાં રાષ્ટ્રની એકતા અને અખંડતાના શપથ લેવડાવવામાં આવ્યાં હતાં. તેમજ ઇપ્કોવાલા હોલથી પોલીસ અધિક્ષકની કચેરી સુધી ફલેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ હતું. જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક દિવ્ય મિશ્ર, જિલ્લાના તથા એસ.આર.પી.ના કુલ ૧૦૫ જેટલા અધિકારી/કર્મચારીઓએ હાજર રહી પોલીસ બેન્ડમની સુરાવલી સાથે ફલેગ માર્ચ કરી હતી. જિલ્લા કલેકટર અને પોલીસ અધિક્ષક દ્વારા સરદાર સાહેબની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતાં. આ ફલેગ માર્ચમાં એસ.આર.પી. બેન્ડેના ૧૩, એસ.આર.પી.પ્‍લાટુનના ૨૧, તાલીમાર્થી લોકરક્ષક પુરુષ ૨૧, તાલીમાર્થી લોક રક્ષક મહિલાઓ ૨૧, ખેડા જિલ્લા પોલીસ ૨૧ અને ખેડા જિલ્લા પોલીસ બેન્ડાના ૦૮ અધિકારી/કર્મચારીઓ જોડાયા હતા.