શહેરા, શહેરા મા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારી પત્ર ચકાસણીના દિવસે વિવિધ કચેરી ખાતે ઉમેદવારો ચૂંટણી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા.પાલિકા ના વોર્ડ નંબર ૨ અને વોર્ડ ૪ મા અનુક્રમે બે અને એક મળી કુલ ત્રણ અપક્ષ ના ઉમેદવારો ના ફોર્મ રદ થયા હતા.જ્યારે તાલુકા પંચાયત ની બેઠક મા ઉમરપુર, માતરિયા વ્યાસ, ગાંગડિયા અને શેખપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવારના ઉમેદવારી પત્ર રદ થયેલ છે. દલવાડા ખટકપુર,અને બોડીદ્રાખૂર્દ માં ભાજપ ઉમેદવારોના આક્ષેપ સાથે તેઓ શૌચાલય ધરાવતા ના હોવાની ફરિયાદ કરેલી છે આથી તેની તપાસ ચાલુ છે. શહેરા તાલુકામાં સ્થાનિક સ્વ રાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયતમાં ૧૧૨, જિલ્લા પંચાયતમાં ૨૩ અને નગરપાલિકામાં ૬૯ મળીને કુલ ૨૦૪ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા,જેમાં ભાજપ-કોંગ્રેસ અપક્ષ અને સૌપ્રથમ વખત આમ આદમી પાર્ટી દ્વારા પણ આ વખતની ચુંટણીમાં ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા .ઉમેદવારી પત્ર ચકાસણી ના દિવસે ઉમેદવારો ચૂંટણી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા.પાલિકા ની ચૂંટણી ની ચકાસણી મા ચૂંટણી અધિકારી અમિતા પારધીની ઉપસ્થિતિમાં અપક્ષ ના ત્રણ ઉમેદવારના ફોર્મ રદ થયા હતા. જેમાં વોર્ડ નંબર ૨માં અપક્ષના ભૂપેશ ચંદુલાલ પાઠક અને પગી સુમિત્રા જ્યારે વોર્ડ નંબર ૪માં સુરેશ ખુશલાણી નું ઉમેદવારીપત્ર રદ કરવામાં આવ્યુ હતું.