ભરૂચ,તા.૨૯

ભરૂચમાં સેંકડો કરોડો રૂપિયાનું ડ્રગ ઝડપાયા બાદ છેલ્લા કેટલાક સમયથી ભરૂચના રહીશોમાં ચર્ચાઓ ચાલી હતી કે ભરૂચમાં એમ.ડી.ડ્રગનું વેચાણ ચાલી રહ્યું છે. જાેકે ભરૂચ પોલીસના કાને આ વાત પહોંચતા જિલ્લા પોલીસ સક્રિય બની હતી, પરિણામે નવનિયુક્ત જિલ્લા એસ.પી. મયુરસિંહ ચાવડાની સૂચના અને સુચનોથી એન્ટી ડ્રગ્સ અભિયાન હેઠળ ભરૂચ એસઓજી પોલીસની ટીમ સક્રિય બની પેટ્રોલિંગમાં હતી દરમિયાન તેઓને બાતમી મળી હતી. જેમાં ભરૂચના કતોપોર બજાર પાસે બાવડીના રહીશ સલીમ ઉર્ફે જીંદા ગુલામનબી શેખ પ્રતિબંધિત કેફી પદાર્થ વેચાણ કરવા માટે લઈ જનાર છે જે બાતમીના આધારે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ નબીપુર પાસે આવેલ અસુરીયા પાટિયા પાસે હાઇવે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મુજબની આઇ-૨૦ ફોર વ્હીલ ગાડી આવતા તેને રોકી આરોપી મો.સલીમ ઉર્ફે જીન્દા ગુલામનબી શેખ અને તેની પત્ની સબીનાબાનુ મો.સલીમ ઉર્ફે જીન્દા ગુલામનબી શેખની અંગઝડતી કરવામાં આવી હતી. જેમાંથી ગેરકાયદેસર નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી) ડ્રગ્સના જથ્થો કુલ-૧૪ ગ્રામ ૭૧ મીલીગ્રામ કિંમત રૂ.૧,૪૭,૧૦૦ ના જથ્થા સાથે બંન્નેની અટક કરી હતી. જેમાં મેફેડ્રોન (એમ.ડી) ડ્રગ્સના જથ્થો ૧૪.૭૧ ગ્રામ, સોનાના દાગીના તથા લગડી કિંમત રૂ.૪,૬૪,૦૨૦/- રોકડા રૂ. ૫૫,૮૦૦, મોબાઈલ કિંમત રૂ. ૪૦,૦૦૦, આઇ-૨૦ ફોર વ્હીલર ગાડી ય્ત્ન-૧૬-મ્દ્ભ-૦૯૨૧ કિંમત રૂ. ૫,૦૦,૦૦૦ મળી કુલ કિંમત રૂ.૧૨,૦૬,૯૨૦ ના મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત ચોકબજારના મોહમ્મદ અતીકને વોન્ટેડ જાહેર કરી તમામ સામે નબીપુર પોલીસ મથકે એન.ડી.પી.એસ એકટ ની કલમ ૮(સી),૨૨(બી),૨૫,૨૯ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. 

આરોપી મોટો દાવ રમવા જતા ઝડપાયો

આરોપી સલીમ ઉર્ફે જીંદા ગુલામનબી શેખ પર પોલીસની વોચ હતી જેમાં થોડા સમય પૂર્વે એક, બે ગ્રામ એમ.ડી.ડ્રગ સાથે એસ.ઓ.જી. પોલીસના હાથે આરોપી ઝડપાયો હતો. પણ કાયદાની છટકબારી જાણતો હોય તે સમયે આરોપી બચી ગયો હતો જાેકે આરોપી તીસ માર ખાં બનવાના ચક્કરમાં ડ્રગનો વેપારી બની ચુક્યો હોય પોલીસના ઝાપટામાં આવી ગયો હતો. એસ.ઓ.જી. પોલીસની સક્રિયતાના પરિણામે આખરે દ્રગનો પેડલર ઝડપાઇ જતા લોકોમાં ચર્ચાઓ સાથે રાહત અનુભવાઈ હતી.