દેવગઢબારિયા, શુક્રવારે દેવગઢ બારીઆ સ્વર્ણિમ હોલ ખાતે દેવગઢ બારીઆ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ દક્ષાબેન નાથાણીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો જેમાં દેવગઢ બારીઆ નગરપાલિકા સભ્ય ઇકબાલભાઈ પટેલ અને શબાનાબેન પણ હાજર રહેલ હતા અને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લીટેડ ગાંધીનગર ના ફિલ્ડ ઓફીસર ટી. એચ સંગાડા અને ભારતીય ઉદ્યમીતા વિકાસ સંસ્થા અમદાવાદ ના સંકલક વિનોદભાઈ પ્રજાપતિ અને ગીતાબેન હાજર રહીયા અને મહિલા ઉદ્યોગ સાહસિતા અંગે વિસ્તૃત માહિતી આપી ત્યાર બાદ બહેનો સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ કાર્યક્રમ માં હાજર રહેલ ૭૫ થી ૮૦ બહેનો હાજર રહી તે પૈકી ૩૫-૪૦ બહેનોએ આવનારા જાન્યુઆરી -૨૦૨૧ માં મહિલા ઉદ્યોગ સાહસિકતા મહિલા વિકાશ તાલીમ માં જાેડાવા માટે પણ ઉત્સુકતા દર્શાવી હતી. આ કાર્યક્રમનું આયોજન દેવગઢ બારીઆ શહેરી આજીવિકા કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું.