શહેરા

શહેરા ના બોરીયાવી ગામ પાસેથી પસાર થતી પાનમ નદીમાં નાવડી ડૂબી જતા ચાર ના મોત થયા હતા. આ બનેલ ઘટનામાં બોરીયાવી ગામના એક પરિવારના ત્રણના મોત થવા સાથે નાવડી ચાલકનું પણ પાણીમાં ડૂબી જવાથી મોત થયેલ છે.

પંચમહાલ ના શહેરા તાલુકાના અંતરિયાળ ગામ બોરીયાવી પાસેથી પાનમ નદી પસાર થાય છે આ પાનમ નદી માં જાેખમી જળ યાત્રા આજુબાજુના ગામના લોકો આ કિનારેથી બીજા કિનારે જવા માટે કરતા હોય છે. બોરીયાવી ગામ ના સુરેશભાઈ નર્વત ભાઈ ડાભી તેમજ તેમની પત્ની રીંકુબેન અને તેમની પુત્રી ભાવીશા બેન મોરવા હડફ તાલુકામાં સગા સંબંધીને ત્યાં ગયા હતા. ગાજીપુર થી બોરીયાવી પોતાના ગામ આવવા માટે પાનમ નદીમાં નાવડીમાં બેસીને જાેખમી જળ યાત્રા કરી રહયા હતા.ત્યારે અચાનક નાવડી પલટી ખાતા નાવડી ચાલક સહિત સુરેશ ભાઈ અને તેમનો પરીવાર નદીના ઊંડા પાણીમાં ડુબવા માંડ્યા હતા. બચાવો બચાવો ની બુમો પાડવા છતાં કોઈ બચાવવા નહિ આવતા ત્રણ વર્ષની બાળકી સહિત ચારના મોત થયા હતા તેમાંથી મહિલા રીન્કુ બેન સુરેશભાઈ ડાભી ઉંમર ૨૬ વર્ષ અને ૩ વર્ષની બાળકી ભાવિશા બેન સુરેશભાઈ ડાભી ની લાશ નદીના પાણી માથી મળી આવી જ્યારે હજુ પણ નાવડી ચાલક રમેશ ભાઈ પટેલ ઊંમર ૩૦ તેમજ સુરેશભાઈ નર્વત ભાઈ ડાભી ઊંમર ૨૮ હજુ પણ પાનમ નદીના પાણીમાં લાપતા હોવાથી શોધખોળ હાથધરી છે. હાલ તો આ પાનમ નદીમાં નાવડી ડુબવા ની દુર્ઘટના માં એક જ પરિવારના ત્રણ જણના મોત થવા સાથે નાવડી ચાલકનું પણ મોત થયેલ હોવાથી કુલ ચાર વ્યક્તિઓના મોત થયા હતા. સ્થાનિક તંત્ર દ્વારા પાનમ નદી ખાતે પહોંચી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.