દિલ્હી-

દિલ્હીની રોહિણી કોર્ટે ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે પોર્ન ફિલ્મ બનાવવા માટે રોકાણકારોના પૈસા વાપરવાના આરોપમાં દિલ્હી પોલિસને કાર્યવાહીનો અહેવાલ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ માનસી મલિકે આગામી સુનાવણી 9 નવેમ્બરે કરવાનો આદેશ આપ્યો છે.

અરજીમાં એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ કહ્યું કે તેમની પાસે એનિમેશન, ગેમિંગ, લાઇસન્સિંગ, ટેકનોલોજી અને બ્યૂટી પ્રોડક્ટ્સનો વ્યવસાય છે. આ સાથે અરજીમાં કહેવામાં આવ્યું છે કે લાલચમાં આવીને અરજદારે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની કંપનીમાં 41 લાખ રૂપિયા રોક્યાં હતાં.. પરંતુ પાછળથી જાણવા મળ્યું કે આરોપીએ તેની સાથે છેતરપિંડી કરી હતી અને તેમના પૈસાનો ઉપયોગ પોર્ન ફિલ્મો બનાવવા માટે કર્યો હતો. આરોપીએ રોકાણકારો સાથે છેતરપિંડી કરી હોવાના અહેવાલો સામે આવ્યાં બાદ પોતાની સાથે થયેલી છેતરપિંડી વિશે માહિતી મેળવી હતી. અરજીમાં બનાવટી અને ફોજદારી ષડયંત્રનો આરોપ લગાવનાર આરોપી સામે એફઆઈઆર નોંધવાનો આદેશ માંગવામાં આવ્યો છે.