પેરિસ

રશિયાની અનાસ્તાસિયા પાવલ્યુચેન્કોવા ૧૦ વર્ષમાં પ્રથમ વખત ફ્રેન્ચ ઓપન ટેનિસ ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. ૩૧ માં ક્રમાંકિત ૨૦૧૧ માં તેની એકમાત્ર ક્વાર્ટર ફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે ૨૦૧૩ સેમિ ફાઇનલિસ્ટ વિક્ટોરિયા અઝારેન્કાને ૫-૭, ૬-૩, ૬-૨થી હરાવી. અનાસ્તાસિયા ઓસ્ટ્રેલિયન ઓપન અને વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે પરંતુ તે કોઈ મોટી ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં જગ્યા બનાવી શકી નથી. અને આમ કરવા માટે ૨૯ વર્ષીય આ રશિયન ખેલાડીએ ૨૩ વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સેરેના વિલિયમ્સને હરાવવી પડશે. સાતમી ક્રમાંકિત સેરેનાનો સામનો ચોથા રાઉન્ડમાં એલિના રિબાકિના સાથે થશે અને મેચની વિજેતા એનાસ્તાસીયા સામે ટકરાશે.

આ પહેલા સ્લોવેનીયાની તામરા ઝિદનસેક રવિવારે ગ્રાન્ડ સ્લેમની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવનારી પ્રથમ મહિલા બની હતી. તેણે રાઉન્ડ ૪ માં રોમાનિયાની સોરાના સિર્સ્ટિયાને ૭-૬(૭-૪), ૬-૧ થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. ૨૩ વર્ષીય ઝિદનેસેક વધુ આક્રમક બની કારણ કે પગની ઘૂંટીના કારણે મુક્તપણે આગળ વધવા માટે સંઘર્ષ કરી હતી અને ૮૬ મિનિટમાં વિજય પહેલા ૫-૦થી આગળ ધસી ગઈ હતી. ઝિદનશેકનો સામનો ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનની પૌલા બડોસા સામે થશે.