અમદાવાદ-

રાજ્યો દ્વારા આપવામાં આવેલ અલગ અલગ સૂચનો અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 18-44 વર્ષના લોકોને રસીકરણ માટે મળેલ ઇનપુટના આધારે કેન્દ્ર સરકારે હવે ઓન સાઈન રજિસ્ટ્રેશન અને સપોર્ટિંગ ગ્રુપ રજિસ્ટ્રેસનની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત હવે ઓનલાઈન સ્લોટ બુક કરાવ્યા બાદ લોકો રસી લેવા ન આવે અને દિવસના અંતે કેટલાક ડોઝ વધ્યા હોય તો એવા કેસમાં રસી બરબાદ થતી અટકાવવા માટે કેટલાક લાભાર્થિઓને સાઈટ પર જ રસિસ્ટ્રેશન કરી રસી આપી શકાય છે.

CoWIN એપર પર એક મોબાઈલથી ચાર લાભાર્થિઓનું રજિસ્ટરેશન થઈ શકે છે. આરોગ્ય સેતુ અને ઉમંગ જેવી એપના માધ્યમથી રસિસ્ટ્રેશન અને અપોઈન્ટમેન્ટ આપવામાં આવે છે. જેની પાસે ઇન્ટરનેટ અથવા સ્માર્ટફોન અથવા મોબાઈલ ફોન નથી, તેમની રસી માટે પહોંચ હજુ પણ મર્યાદિત છે. આવા લોકોને cohort's facility મળી શકે છે. Cowin પર 18થી 44 વર્ષના લોકો માટે ઓન સાઇટ રજિસ્ટ્રેશન અને એપોઈન્ટમેટ શરૂ થઈ ગયું છે. આ સુવિધા હાલમાં માત્ર સરાકરી કોરોન રસીકરણ કેન્દ્ર માટે જ છે. આ સુવિધા હાલમાં ખાનગી કોવિડ રસીકરણ સેન્ટર માટે ઉપલબ્ધ નથી. ખાનગી સીવીસીએ પોતાના રસીકરણ કાર્યક્રમને ખાસ કરીને ઓનલાઈન અપોઈન્મેન્ટ માટે સ્લોટની સાથે જાહેર કરવાના રહેશે.