વલસાડ, સરકારે લોકડાઉન કરતા વાહનવ્યવહાર બંધ કરી દેવા માં આવ્યું હતું. ટ્રેનો બંધ કરી દેવાતા પ્રતિદિન ટ્રેન મારફતે અવર જવર કરવા ટેવાયેલા લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો કોરોના સંક્રમણ માં ઘટાડો થતા અને વેકસીન આવી જતા સરકારે રાહત નો શ્વાસ લીધો છે. ગુરૂવારથી પશ્ચિમ રેલવે ની ૩૩ જેટલી અનરિઝર્વ ટ્રેન દોડાવવાનો ર્નિણય લીધો છે.આ ટ્રેનોમાં મુસાફરોએ પહેલાની જેમ ટિકિટ કઢાવીને બેસવાનું રહેશે. પરંતુ સીઝન પાસની સુવિધા ચાલુ ન કરાતા પાસહોલ્ડરોમાં નારાજગી યથાવત છે. લોકલ ટ્રેનો બંધ હોવાથી મુસાફરોએ ખાનગી વાહનનો માં અવર જવર કરવા મજબુર બન્યા હતા.જેમાં લોકો ના ત્રણ ગણા નાણા ખર્ચાતા હતા મુંબઇથી અમદાવાદ વચ્ચે ટ્રેનો શરૂ થાય તે માટે રેલવેના કેટલાસક એસોશિએસને મુંબઇ ડીઆરએમને રજૂઆત કરી હતી જેને લઇ હવે ગુરૂવારથી ૩૩ જેટલી અનરિઝર્વ ટ્રેન શરૂ થશે. આ ર્નિણયથી પાલઘર, બોઇસર, દહાણુ, વલસાડ, વાપી સહિતના મુસાફરોને ટ્રેનની સુવિધા મળી રહેશે.