માંડવી,તા.૨૪ 

વનવિભાગ દ્વારા મળતી માહિતી મુજબ તા. ૨૫મી જાન્યુ.નાં ગુનાની તપાસ કરતા વાસકુઈ ગામે રહેતો ફરાર આરોપી સાગર જેસીગ ચૌધરીને માંડવી  દક્ષિણ રેન્જના ફોરેસ્ટર ઓફિસર ઉપેન્દ્ર રાવલજી તેમજ ઉત્તર રેજનાં ફોરેસ્ટર ઓફિસર કમલેશ ચૌધરી સહિતની ટીમે અલગ-અલગ ટીમ બનાવી તપાસ કરતા ઉપરોકત આરોપીને તેનાં ઘરમાંથી પકડી માંડવી રેંજ કચેરી ખાતે લાવી પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે પકડાયેલા ખેરનાં મુદામાલ વ્યારાના કણજા ગામે ખેતરમાંથી કાપી દેવાયા હતા.ખેરનાં લાકડાં વ્યારા ખાતે રહેતા મજીદને આપવાનો હતો. અગાઉ પણ એક પીકઅપ ગાડી  ખેરનો છોલેલો મુદામાલ મજીદને આપેલો હતો.આ ગુનો હું કબૂલ કરુ છુ. વનવિભાગ દ્વારા મજીદની તપાસ કરતા તે મળી આવ્યો નહોતો. જેથી તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે વાસકુઈ ગામની સીમમાં વધુ તપાસ કરાતા ખેરનાં ૬૮ નંગ લાકડાં ઝડપાયા હતા. જેની બજાર કિંમત રૂપિયા ૫૯.૪૭૫ થાય છે.