વડોદરા : વડોદરા શહેરની સરકારી સયાજી હોસ્પિટલના ડેડીકેટેડ કોવિડ-૧૯ કેર સેન્ટરના આઇ.સી.યુ.-૨માં બે-અઢી માસ અગાઉ આગની બનેલી ઘટનાનો રિપોર્ટ એફ.એસ.એલ. દ્વારા આજે સીલબંધ કવરમાં તપાસ કમિટીના અધ્યક્ષ અને મ્યુનિ. ડેપ્યુટી કમિશ્નરને સુપ્રત કરવામાં આવ્યો હતો.  

વિગતવાર અહેવાલ કમિટી દ્વારા આગામી એક- બે દિવસમાં કલેક્ટર ઓ.એસ.ડી. તથા સંબંધીત અધિકારીને સુપ્રત કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. આગની ઘટના બાદ સરકાર દ્વારા સપ્લાય કરવામાં આવેલ ધમણ વેન્ટીલેટર સામે સવાલો ઉભા થયા હતા.

અંદાજે ૭૦ દિવસ બાદ એફ.એસ.એલ.ના આવેલા રિપોર્ટની તપાસ કમિટિના સભ્યો સમક્ષ સીલબંધ કવર જાહેરમાં ખોલવામાં આવશે તે બાદ તેનો વિગતવાર અહેવાલ તૈયાર કરી કલેક્ટર તથા સંબંધીત ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવશે તેમ આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

તપાસમાં ટેકનીકલ ખાતાના કારણે શોર્ટસર્કીટ થવાથી આગની ઘટના બની હોવાનું આવી રહ્યું છે. તેમ છતાં એફ.એસ.એલ.ના અંતિમ રિપોર્ટની રાહ જાેવાઇ રહી છે.

અત્રે નોંધનીય છે કે આજે રાજ્યની ફાયર સેફ્ટીની ટીમ કોવીટ હોસ્પિટલોની મુલાકાતે આવી છે. મુખ્યમંત્રીએ કોવિડ હોસ્પિટલોમાં આગના બનતા બનાવોને પગલે ફાયર એન.ઓ.સી. માટે કડક વલણ અપનાવતા રાજ્યના ફાયર સેફ્ટી વિભાગ દોડતો થયો છે.

અમદાવાદ, રાજકોટ, તેમજ વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં આગના બનાવો બન્યા હતા. જાેકે સયાજી હોસ્પિટમાં આગની બનેલી ઘટનામાં ફરજ પરના તબીબ સહિતના સ્ટાફ કર્મચારીઓની સમય સૂચકતાંને પગલે કોઇ જાનહાનિ થવા પામીને પગલે કોઇ જાનહાની થવા પામી ન હતી. આ ઘટના બાદ જીલ્લા કલેક્ટરે તપાસ કમિટી બનાવી અહેવાલ રજુ કરવા આદેશ જારી કર્યો હતો. તપાસ કમિટિ દ્વારા ઝીણવટભરી તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જ્યારે એફ.એસ.એલ.એ સીત્તેર દિવસ બપાદ આજે સીલબંધ કવરમાં રિપોર્ટ પોલીસ તથા તપીસ કમીટીના અધ્યક્ષ મ્યુનિ. ડે. કમિશ્નર સુધીર પટેલને સુપ્રત કરવામાં આવ્યો હતો. જે રીપોર્ટ કમીટી સમક્ષ સીલબંધ રીપોર્ટનું કવર ખોલીને કમિટિ દ્વારા વિગતવાર અહેવાલ તૈયાર કરી જીલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યો હતો.