અમદાવાદ-

ગુજરાત ATSએ નાર્કોટિક્સના કેસમાં ફરાર આરોપી સાહિદ કાસમ સુમરાને દુબઈથી આવતાની સાથે જ દિલ્હી એરપોર્ટથી પકડી પાડ્યો છે. કચ્છનાં દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડનાં હેરોઇનના કેસમાં ગુજરાત ATSએ આ કેસના મુખ્ય આરોપી સાહિદ કાસમ સુમરાને ઝડપી પડ્યો છે. જો કે આ સહીત કુલ ચાર જેટલા ડ્રગ્સ સીઝરના કેસમાં આરોપી સાહિદ કાસમ સુમરા વોન્ટેડ હોવાનું પણ સામે આવ્યું હતુ. 

ગુજરાત એટીએસ 175 કરોડના હેરોઈન ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી સાહિદ સુમરાને પકડવા માટે સતત વોચ ગોઢવીને બેઠી હતી ત્યારે બાતમી મળી હતી કે, સાહિદ સુમરા દુબઇથી દિલ્હી આવવાનો છે.જેથી ગુજરાત એટીએસની એક ટીમે તેને દિલ્હી એરપોર્ટ પહોંચી હતી અને સાહિદ સુમરા દેખાતા જ તેને ઝડપી પાડ્યો હતો. જો કે સાહિદે પોતાની ઓળખ સામે ન આવે તે માટે તેનો લૂક બદલી નાંખ્યો હતો. તેમ છતા પણ એટીએસની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો. અગાઉ કોસ્ટગાર્ડ, એટીએસ તેમજ એસઓજીની ટીમે જખૌના દરિયામાં પાકિસ્તાની બોટમાંથી 35 જેટલાં ડ્રગ્સના પેકેટ ઝડપી પાડ્યાં હતા. ગુજરાત એટીએસ સ્કવોડ જાન્યુઆરી 2020માં પાર પડેલા ઓપરેશનમાં જખૌથી 50 કિમી દૂર મધદરિયે પાકિસ્તાની બોટમાંથી 175 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ માછીમારી બોટમાં 5 પાકિસ્તાની માછીમારોને હતા.આ લોકો ડ્રગ્સનાં 35 જેટલા પેકેટને જખૌનાં એક રિસિવરને આપવાનાં હતાં. ત્યારબાદ તે રિસીવર ડ્રગ્સને દિલ્હી એરપોર્ટથી વિદેશમાં પહોંચાડવાનો હોવાનું સામે આવ્યું હતુ. બીજી બાજુ એવુ પણ સામે આવ્યું હતું કે, આ ડ્રગ ક્નસાઇટમેન્ટનો મુખ્ય કમાન્ડર પાકિસ્તાનનો હુસૈન બલૌચી અને સાહીદ કાસમ હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

પાકિસ્તાનથી ડ્રગ્સનો જથ્થો મંગાવતો......

આરોપીની પુછપરછ દરમિયાન એવુ પણ જાણવા મળ્યું હતું કે, અગાઉ પણ ડ્રગ્સનો મોટો જથ્થો પાકિસ્તાનથી ભારતમાં ઘુસાડવામાં આવ્યો હતો. જેમાં આરોપીએ પોતાના મળતીયાઓ મારફતે પાકિસ્તાનથી હેરોઈનનો જથ્થો મંગાવી પંજાબના મનજીતસીંગ બુટાસીંગ, રેશમસીંગ કરસનસીંગ અને પુનિત ભીમસેન કજાલાનાઓને ડીલીવરી કરવાનો હતો. જો કે જથ્થો ભારતમાં ઘુસાવડવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. બીજી બાજુ ગુજરાત એટીએસ સહીત ત્રણેય પાખોએ અગાઉ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડી પાંચ પાકીસ્તાની માછીમારોની ધરપકડ કરી લીધી હતી.

આતંકવાદી સંગઠનોને ફંડીંગ કરતો હોવાનું સામે આવ્યુ..........

પકડાયેલ આરોપી શાહીદ કાસમની પુછપરછ કરતા એવુ સામે આવ્યું હતું કે, નાર્કોટીક્સની હેરાફેરી માં મળેલ નાણાંનો ઉપયોગ આતંકવાદી સંગઠનોને ફાંડીંગ કરતો હોવાનું તથા અન્ય આતંકી પ્રવૃત્તિઓમાં પણ સંકળાયેલ હોવાનું જાણાવા મળ્યું હતું. બીજી તરફ ચાર કરતા પણ વધુ કેસો જેમાં કુલ 530 કિલો જથ્થો જેની કિંમત 2500 કરોડથી વધુની કિંમતના ગુજરાત એટીએસ, પંજાબ એસટીએફ તથા એનઆઈએ સહીતની જગ્યાએ ડ્રગ્ઝ સીઝરના કેસમાં વોન્ટેડ હોવાનું પણ જણાવ્યું હતું.

ડ્રગ્સ રિસીવરોને 50 થી 70 લાખ રૂપીયા આપવાના હતા...........

આરોપીઓએ અગાઉ જખૌ બંદર પાસે આરોપીએ ડ્રગ્સ મોકલ્યું હતું. ત્યારે આ ડ્રગ્સને રિસીવર કરવા માટે કોઈ આવ્યું ન હતુ. જેના કારણે તે પાછું ગયું હતું. જે બાદ તેને પાકિસ્તાની ક્રિકમાં ડ્રગ્સનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. ફરીથી અફધાનનાં વ્યક્તિ સાથે સંપર્ક કરીને આ રૂટ નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં ફરથી આ ડ્રગ્સને જખૌ લાવવાનું હતું. અહીંથી જખૌનો એક માછીમાર તેને રિસીવ કરવાનો હતો. આ ડ્રગનાં રિસીવરને આ કામ માટે 50થી 70 લાખ રૂપિયા મળવાનાં હતાં.જખૌનો આ રિસીવર ડ્રગ્સ લઇને દિલ્હીનાં અફઘાન વ્યક્તિને આપવાનું હતું. જો કે આખુ સંડયંત્ર પાર પડે તે પહેલા જ ગુજરાત એટીએસની ટીમે આરોપી સાહિદ કાસમ સુમરાને ઝડપી પાડ્યો છે.