ગાંધીનગર-

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ નથી લઇ રહ્યું. ત્યારે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓના કાર્યાલયમાં અત્યાર સુધીમાં 32થી વધુ કર્મચારીઓ કોરાનાથી સંક્રમિત થતાં ફફડાટ ફેલાયો છે. સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં 11 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કૃષિમંત્રી ફળદુના કાર્યાલયમાં 8, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાના કાર્યાલયમાં 8, મહેસુલમંત્રી કૌશિક પટેલના કાર્યાલયમાં 4, ઇશ્વર પરમારના કાર્યાલમાં 4 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કાર્યાલયમાં 2 કર્મચારીઓ, દિલીપ ઠાકોરના કાર્યાલયમાં 2, મહેસુલ મંત્રી કૌશિક પટેલના કાર્યાલયમાં 4 કર્મચારી તેમજ ભુપેન્દ્રસિંહ ચુડાસમાના કાર્યાલયમાં 3 કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. રાજ્ય સરકારે 8 અધિકારીઓને સોંપી મહત્વની જવાબદારી

રાજ્યની આઠ મહાનગરપાલિકામાં વકરતી કોરોનાની સ્થિતિના પગલે આઈએએસ કક્ષાના 8 અધિકારીને રાજ્ય સરકારે જવાબદારી સોંપી છે. તમામ આઈએએસ અધિકારી કોવિડની કામગિરીનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત સુપરવિઝનની વધારાની જવાબદારી સોંપાઈ છે. ડોક્ટર મનિષ બંસલને અમદાવાદ, દિનેશ રબારીને સુરત, ડોક્ટર હર્ષિત ગોસાવીને વડોદરા, સ્તુતી ચારણને રાજકોટ, આર.આર. ડામોરને ભાવનગર, આર. ધનપાલને જામનગર અને ડોક્ટર સુનિલ બેરવાલને જૂનાગઢની જવાબદારી સોંપવામાં આવી છે.