ગો૫ાલ પંચાલ ા વડોદરા

તાજેતરમાં અમદાવાદ જિલ્લાનાં માંડલ ઞામે ટ્રસ્ટની હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાવનાર દર્દીઓ પૈકી ૧૭ દર્દીને દ્રષ્ટિ આશિક અથવા સંપૂર્ણ પણે ગુમાવવી પડી હતી. જે કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. ત્યારે વડોદરાની જીએમઈઆરએસ સંચાલિત ગોત્રી મેડિકલ કોલેજમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આંખની સર્જરી કરાવનાર ગરીબ વૃદ્ધાએ દ્રષ્ટિ સંપૂણપણે ગુમાવી છે. જાેકે, હોસ્પિટલના સંચાલકો દ્વારા કિસ્સા પર ઠંડુ પાણી રેડી દેવા વૃદ્ધાને ૯મી જાન્યુ.ના રોજ ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું હતું. જાેકે, સમગ્ર ઘટના બાબતે વૃદ્ધાના પરિવારજનો દ્વારા હોસ્પિટલ સંચાલકોને રજૂઆત પણ કરવામાં આવી હતી. પરંતુ સંચાલકો દ્વારા ગલ્લાંતલ્લાં કરી પરિવાજનોને યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો.

અમદાવાદ જિલ્લાના માંડલ ગામે કાર્યરત ટ્રસ્ટની હોસ્પિલ રામાનંદ આઈ હોસ્પિટલમાં દરવર્ષે હજારો દર્દીઓની સારવાર કરવામાં આવે છે. પરંતુ તાજેતરમાં જ મોતિયાનું ઓપરેશન કરાવનાર દર્દીઓ પૈકી ૧૭ જેટલા દર્દીઓએ આંશિક અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવી હતી. જેના પગલે ભારે હોબાળો થયો હતો. જે બાદ ઘટના રાજ્ય સરકારના ધ્યાને આવતા સરકારના આદેશથી સમગ્ર ઘટનામાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા તપાસ માટે નવ સભ્યોની કમિટીની રચના કરાઈ છે. ત્યારે આવો જ કિસ્સો વડોદરામાં ગોત્રીમાં આવેલ જીએમઈઆરએસ સંચાલિત ગોત્રી મેડિકલ કોલેજમાં સામે આવ્યો છે.

ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કાર્યરત આંખના વિભાગમાં ગરીબ પરિવારની વૃદ્ધાની આંખનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. જે બાદ વૃદ્ધાને આંખની સંપૂણ દ્રષ્ટિ ગુમાવવાની નોબત આવી છે. પરિવારજનો દ્વારા તે જ સમયે હોસ્પિટલના સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી હતી. જાેકે, સત્તાધીશો દ્વારા ગલ્લાંતલ્લાં કરી પરિવારજનોને યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો. જે બાદ સત્તાધીશો દ્વારા તા. ૯મી જાન્યુઆરીના રોજ વૃદ્ધાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું હતું. સમગ્ર ઘટના બાબતે શહેરના ઘાઘરેટિયા વિસ્તારમાં કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા વૃદ્ધાના પતિ ઘનશ્યામ વાળંદએ જણાવ્યું હતું કે, મારી પત્ની ઉષાની ઉંમર ૬૬ વર્ષની છે. જેની આંખમાં તકલીફ હોવાથી અમે સારવાર માટે પ્રથમ છાણી વિસ્તારમાં તાજપુર ખાતે કાર્યરત આઈ હોસ્પિટલના સેન્ટર ખાતે ગયા હતા. જ્યાં તબીબો દ્વારા ઉષાને આંખમાં અલ્સર હોવાનું જણાવાયું હતું. જાેકે, તેમની હોસ્પિટલમાં અલ્સરની સારવાર થતી ન હોવાથી વધુ સારવાર અર્થે ગોત્રી સરકારી હોસ્પિટલમાં આવ્યા હતા. તેમને વધુમાં જણાવ્યું હતું કે, જમણી આંખમાં અલ્સરનું ઓપરેશન કરાવવા મારી પત્ની ઉષાને અમે ગોત્રી વિસ્તારમાં આવેલી જીએમઈએઆરએસ હોસ્પિટલ ખાતે તારીખ ૨૮ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ લાવ્યા હતા. તપાસ બાદ આંખોના વિભાગના તબીબે જણાવ્યું હતું કે, ઉષાબેનને અલ્સરના ઓપરેશન માટે દાખલ કરવાની સલાહ આપી હતી. જેથી અમે ઉષાને તાત્કાલિક દાખલ પણ કરી દીધા હતા. જે બાદ તબીબો દ્વારા ૩૦ ડિસેમ્બરના રોજ ઉષાની જમણી આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. સર્જરી બાદ ઉષાને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી હતી. જાેકે, ઉષાને જમણી આંખની સર્જરી બાદ સ્પષ્ટ દેખાવાની દ્રષ્ટિ પણ બંધ થઈ ગઈ હતી. જે અંગે અમે તબીબોને ફરિયાદ પણ કરી હતી. અમારી ફરિયાદ હોવા છતાં તેનું નિરાકરણ લાવ્યા વિના જ મારી પત્નીને ૯મી જાન્યુઆરીના દિવસે ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું હતું. જાેકે, તે બાદ પણ અમે ફરિયાદ કરી પણ અમને કોઈ જ જવાબ મળ્યો નથી.