ગાંધીનગર-

વતૅમાનમા સસ્તી પ્રસિદ્ધિ માટે થનગનતા કહેવાતા દાતાઓ માટે બોધપાઠ, મારવાડની ધીગીધરા પર અનેક દાનવીરો એ સમયાંતરે સમાજ ને યથોચિત દાન આપી દાતાશ્રેષ્ઠી બન્યા હતા પરંતુ આ બધા માં તેરમી સદી માં મારવાડ ના નરબંકા અને કચ્છ ની ધરા પર વેપારાથૅ સ્થાયી શેઠ જગડુશા એ પોતાની દાતાશ્રેષ્ઠી ની નોંધ તાજેતરમાં સરકારે ધ્યાનમાં લઈ તેમનો પાઠયપુસ્તક માં સમાવેશ કરવા ઉપરાંત અન્ન પુરવઠા યોજના સાથે જોડવાની સહમતી કરતાં જૈન સમાજ માં આનંદ ની લાગણી પ્રવતૅવા પામી નુ જાણવા મળેલ છે. વતૅમાનમા કોરોના મહામારી ટાણે સસ્તી પ્રસિદ્ધિ માટે દાન પ્રવાહ કરનારા માટે બોધપાઠ બની રહ્યા ની લાગણી વ્યક્ત થવા પામી નું જાણવા મળેલ છે,

પ્રાપ્ત માહિતી અનુસાર મારવાડ ની ધરા પર તેરમી સદીમાં ગુજરાત ના ગૌરવવંતા સુવર્ણ ઇતિહાસમાં અનેક દાનવીરો વચ્ચે શેઠ જગડુશા ની દાનવીરતા સુવણૅ અક્ષર પર કંડરાઇ હોય તેમ આઠ સદી પૂર્વ૧૨૫૬ થી ૧૨૫૮ ના સમયગાળામાં રાજા વિશળદેવના શાસનકાળમાં ભયંકર દુષ્કાળ ના ઓળા ઉતરતાં તે સમયે મૂળ મારવાડ ના પરંતુ બાદ માં કચ્છ ના ભદ્રેશ્વર નગરમાં વેપારથૅ સ્થાયી થયેલ શેઠ જગડુશા ને જાણ થતાં તે સમયે પોતાના અનાજ ભંડાર ખુલ્લા મૂકી આશરે સવા છ કરોડ મણ અનાજ નો ભંડાર રાજા વિશળદેવને અપૅણ કરી દાનવીરતા ઉજાગર કરી હતી. જોકે તે પૂર્વ શેઠ જગડુશા માટે એવું કહેવાતું હતું કે તેમના આગણેથી કોઇ લાચાર કે જરૂરિયાતમંદ તેમના ત્યાં થી ખાલી હાથે જતો ન હતો.ત્યારે વતૅમાન સમયમાં કોરોના મહામારી માં જરૂરિયાતમંદ ની પડખે સમાજ કે ટ્રસ્ટ શ્રેષ્ઠી ઓ મદદે તો પહોંચે છે પરંતુ તેની પાછળ સસ્તી પ્રસિદ્ધિ ના આશય પણ છુપાયેલા હોય શેઠ જગડુશા ની દાનવીરતા બોધપાઠ રુપ બનવા પામી છે. જેના પગલે આવનારી પેઢી ને પણ સમાજ દાતાશ્રેષ્ઠી નું ગ્નાન મળે તેવા આશયથી જૈન સમાજ ના અગ્રણી કુલદીપ સંધવી એ રાજ્ય ના મુખ્ય મંત્રી ને શેઠ જગડુશા નો પાઠયપુસ્તક માં સમાવેશ કરવા ઉપરાંત અન્ન પુરવઠા યોજના સાથે તેમનું નામ જોડી દાતાશ્રેષ્ઠી દાખલારુપ બને ની રજૂઆત કરતા સરકાર દ્વારા આ મુદ્દે જરૂરી કાયૅવાહી હાથ ધરતા જૈન સમાજ માં આનંદ ની લાગણી વ્યાપવા પામી હોવાનું જાણવા મળેલ છે.