આણંદ : ગુજરાતભરમાં કોરોનાના ટેસ્ટની કિંમતો સરકાર દ્વારા ઘટાડવામાં આવી છે! તેનું અમલીકરણ આજથી જ ચરોતરમાં પણ કરવામાં આવ્યું છે. ૧લી ડિસેમ્બરથી ખાનગી લેબોરેટરીમાં થતાં કોરોનાના ટેસ્ટ માટે રૂ.૧૫૦૦ની સામે હવે માત્ર રૂ.૮૦૦ ચૂકવવા પડશે. આવી જ રીતે ઘરેથી સેમ્પલ આપીને થતાં ટેસ્ટ માટે રૂ.૨૦૦૦ સામે હવે રૂ.૧૧૦૦ જ વસૂલી શકાશે. 

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આજે જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રવર્તી રહેલાં કોરોનાની સાંપ્રત પરિસ્થિતિ અને નાગરિકોના હિતને ધ્યાને લઈને ખાનગી લેબોરેટરીમાં થતાં ટેસ્ટની કિંમતમાં ઘટાડો કરવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર ગ્રૂપની બેઠકમાં ર્નિણય કરાયો છે. આ નિર્ણય રાજ્યભરમાં આજથી અમલમાં આવશેે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે, કોરોનાના દર્દીઓને ખાનગી લેબોરેટરીમાં થતાં ટેસ્ટ માટે અગાઉ જે દર નક્કી કરાયાં હતાં, તેમાં નોંધપાત્ર ઘટાડો કરાયો છે. રાજ્યમાં અગાઉ ટેસ્ટ માટેની કિટ પણ મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ થતી હતી. આજે હવે કિટની સંખ્યામાં અને કિટના ઉત્પાદનમાં પણ વધારો થતાં આ ર્નિણય કરાયો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ખાનગી લેબોરેટરીમાં ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ માટે રૂપિયા ૧૫૦૦ નિયત કરાયાં હતાં. તે ઘટાડીને હવે રૂપિયા ૮૦૦ કરવામાં આવ્યા છે. એટલે કે સાતસો રૂપિયાનો ઘટાડો કર્યો છે. એ જ રીતે ખાનગી લેબોરેટરીના ટેકનિશિયન લોકોના ઘરે જઈને કે અન્ય હોસ્પિટલમાં જઈને સેમ્પલ લઇને જે ટેસ્ટ કરતાં હતાં તેનો દર રૂપિયા ૨૦૦૦ વસૂલવામાં આવતો હતો. તેમાં પણ રૂપિયા ૯૦૦નો ઘટાડો કરાયો છે. એટલે હવે આ ટેસ્ટ પણ રૂપિયા ૧૧૦૦માં કરવામાં આવશે.