અમદાવાદ-

કોરોના વાયરસની મહામારીના સંકટ વચ્ચે બર્ડ ફ્લૂની બિમારીએ લોકોને વધારે ભયભીત કરીદીધા છે. દિલ્હી, કેરળ, ઉત્તરપ્રદેશ અને ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસ નોંધાયા છે અને હાજરો નિર્દોષ પક્ષીઓના અકાળ મોત થયા છે. બર્ડ ફ્લૂની બિમારી વધારે ફેલાય નહીં અને કોઇ મોટુ જોખમ ન સર્જાય તે માટે ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ થઇ ગયુ છે. કેન્દ્ર સરકારે રાજ્યોને સુચના આપી છે કે તે મરઘાઓ અને તેના સંબંધિત ઉત્પાદનોનાં વેચાણ પર પ્રતિબંધ લગાવવાનાં પોતાના નિર્ણય પર ફેરવિચાર કરે, અને બિનસંક્રમિત રાજ્યોમાંથી આ ઉત્પાદનોનાં વેચાણની મંજુરી આપે.

બર્ડ ફલૂને લઈને રાજ્યનું આરોગ્ય તંત્ર એલર્ટ બન્યુ છે તો રાજ્ય સરકારના સૂચન બાદ એલ જી હોસ્પિટલ ખાતે બર્ડ ફલૂ વોર્ડ બનાવવામાં આવ્યો. આ વોર્ડમાં 5 વેન્ટિલેટર બેડ અને 4 નોન વેન્ટિલેટર બેડ રાખવામાં આવ્યા છે તે વોર્ડ સિવાય પણ અન્ય 4 અને વધારાના બીજા 6 એમ કુલ 10 બેડ પણ તૈયાર રાખવામાં આવ્યા છે. સાથે જ ઇમરજન્સી સારવારની તમામ દવા વોર્ડમાં તૈયાર રખાઈ જો કોઈ દર્દી શંકાસ્પદ લાગશે કે પોઝિટિવ આવશે તેને બર્ડ ફલૂ વોર્ડમાં સારવાર આપવામાં આવશે. સારવાર દરમિયાન સ્ટાફ સંક્રમિત ન થાય માટે ફરજીયાત PPE કીટ પહેરી સારવાર આપવા સહિત જરૂરી સૂચન સ્ટાફને આપવામાં આવ્યા."  આ મામલે કેન્દ્રએ કહ્યું કે મહારાષ્ટ્ર અને હરિયાણામાં પક્ષીઓનાં મરવાનું ચાલું જ છે, જ્યારે મુંબઇની સાથે-સાથે મધ્ય પ્રદેશનાં મંદસોર જિલ્લામાં આવેલી પોલ્ટ્રીમાં બર્ડ ફ્લૂનાં નવા કેસની પુષ્ટી થઇ ગઇ છે, અત્યાર સુધીમાં 11 રાજ્યો જેવા કે છત્તીશગઢ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં બર્ડ ફ્યૂનાં કેસ નોંધાઇ ચુક્યા છે.