વલસાડ,તા.૪ 

વલસાડ ગર્લસ કોલેજના હોસ્ટેલના રૂમ ન.૪માં લાઈટ નાસ્વિચ બોર્ડમાં ભેજને લીધી સ્પાર્ક થતા આગ લાગી હતી. આગ લાગતા હોસ્ટેલ માં દોડધામ મચી હતી હોસ્ટેલ માં રહેલ વિદ્યાર્થીઓ ને સુરક્ષિત કાઢી લેવા માં આવ્યું હતું . ઘટના ની જાણ થતાં ફાયર ની ટિમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ લીધો હતો.

વલસાડ તિથલ રોડ પર આવેલા કોલેજ કેમ્પસમાં આવેલી મ્દ્ભસ્ સાયન્સ કોલેજની સ્જીઝ્ર અને સ્છના વિદ્યાર્થીઓને પરીક્ષા ચાલી રહી છે. જેને લઈને સેલવાસ, વાંસદા, આહવા, વ્યારા, સુરત અને સા ુતારની ૨૦ જેટલી વિદ્યાર્થીનીઓ કોલેજમાં પરીક્ષા માટે ગર્લસ હોસ્ટેલમાં રોકાઈ હતી. ગર્લસ હોસ્ટેલમાં બુધવારે રાત્રે રૂમ ન. ૪માં દીવાલમાં લાગતા ભેજને લઈને શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. રૂમ ન.૪માં ધુમાડો નીકળતા ગર્લસ હોસ્ટેલમાં દોડધામ મચી ગઇ હતી. આગની ઘટનાને લઈને હોસ્ટેલના રેક્ટર ઇલાબેન પારેખે હોસ્ટેલમાં રહેતી તમામ વિદ્યાર્થિનીઓને રૂમની બહારસુરક્ષિત ખસેડી લીધો હતો. કર્મચારી ઓ આગ પર કાબુ મેળવવા માટે કોલેજ માં રાખવા માં આવેલ ફાયર એકઝીસ સિલિન્ડર નો ઉપયોગ પણ કર્યા ન હતા વલસાડ સીટી પીઆઇ ભટ્ટ અને ફાયર ની ટિમ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ફાયર ની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો