મુંબઈ-

બ્રહ્માકુમારીના પ્રમુખ 95 વર્ષીય દાદી હ્દયમોહિનીનું મુંબઈમાં નિધન થયું છે. મુંબઈની સૈફી હોસ્પિટલમાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આવતીકાલે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રખાશે ત્યારબાદ શનિવારે અંતિમ સંસ્કાર કરાશે. બ્રહ્માકુમારીના પ્રમુખ 95 વર્ષીય દાદી હ્દયમોહિનીનું મુંબઈમાં નિધન થયું છે. મુંબઈની સૈફી હોસ્પિટલમાં સવારે 10.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. એર એમ્બ્યુલન્સથી પાર્થિવદેહને શાંતિવન મુખ્યાલય લવાશે. દાદીજીનો પાર્થિવ દેહ આવતીકાલે અંતિમ દર્શન માટે રખાશે.13 માર્ચે માઉન્ટ આબૂના જ્ઞાન સરોવર એકેડમીમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે. એક વર્ષ પહેલા દીદી જાનકીના નિધન બાદ પ્રમુખ તરીકે તેમની વરણી કરાઇ હતી. તેઓનું પણ નિધન થતા બ્રહ્માકુમારી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

અખંડ ભારતના પાકિસ્તાનમાં 1926 ની સાલમાં જન્મેલા અને 9 વર્ષની ઉંમરથી બ્રહ્માકુમારી સંસ્થાન સાથે જોડાયેલા રાજયોગિની દાદી હૃદય મોહિનીને દાદી જાનકીના દેહાવસાન બાદ બ્રહ્માકુમારી સંસ્થાનના નવનિયુક્ત પ્રમુખ તરીકે પસંદ કરાયા છે. આબુરોડ સ્થિત સંસ્થાન આવ્યા પહેલા તેઓ ઉત્તર પ્રદેશના લખનૌ તથા દિલ્હીમાં ઈશ્વરીય સેવા કરતા હતા. તેમને દિવ્ય દ્રષ્ટિનું વરદાન હોવાનું તેમજ પરમાત્મા સાથે સાક્ષાત્કાર કરાવવાની પણ તેઓ ક્ષમતા ધરાવતા હોવાનુ માનવામાં આવતું હતું.