ગાંધીનગર-

ગુજરાતમાં રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. હવામાન વિભાગે આ સપ્તાહમાં શરૂ થતો વરસાદ અગામી સપ્તાહમાં પણ પડે તેવી સંપૂર્ણ શક્યતા વ્યક્ત કરી છે. તે ઉપરાંત આગામી તા. ૧૬ અને ૧૭ ઓગસ્ટે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે માછીમારોને દરિયો ના ખેડવા માટે સુચના આપવામાં આવી છે.

બીજા રાઉન્ડમાં ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે જેના પગલે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પાણી પાણી થયું છે આ દરમિયાન રાજ્યમાં લો પ્રેશર અને સાકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે . જેના કારણે ફરી એકવાર ગુજરાત અને મધ્ય ગુજરાત માં આગામી ૪૮ કલાક ભારે વરસાદ ખાબકી શકે છે.