ભુજ-

આ દિવસે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સાદાઈથી ઉજવણી કરવામાં આવશે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આજે ભુજનો ૪૭૩મો સ્થાપના દિવસ ઉજવાશે આ પ્રસંગે ખીલી પૂજન કરાશે તેમજ ભુજીયા ડુંગરની પ્રતિકૃતિ દર્શાવતી કેક કપાશે ઉપરાંત પાંચનાકા છઠ્ઠીબારી અને ચારેય રિલોકેશન સાઇટ માં આસોપાલવ તોરણો બંધાશે. ઉપરાંત બાળકોને ભુજ દર્શન કરાવાશે તેમજ બાળકો માટે ભુજના દ્રશ્ય દોરવા ની સ્પર્ધા યોજાશે જેમાં ઇનામો ભુજના વેપારી અગ્રણી ભાનુભાઇ મનજી (નકવાણી)ઠક્કરની સ્મૃતિમાં ભુજ કો.ઓ.બેંકના એમ.ડી અને પૂર્વ નગરસેવક ધીરેનભાઈ ઠક્કર દ્વારા અપાશે. જેઓ હાથ લંબાવી શકતા નથી માંગી શકતા નથી તેઓને ટિફિન તેમજ અન્ય પ્રવૃતિઓ કરવામાં આવશે ભુજ દર્શન માટે ભુજના પૂર્વ નગરપતિ સ્વ રસિકભાઇ ઠક્કરની યાદમાં તેમના પુત્ર અને પૂર્વ નગરસેવક ઘનશ્યામભાઈ તરફથી કરવામાં આવશે ભુજની સત્યમ સંસ્થાના ઉપક્રમે છેલ્લા કેટલાય વર્ષોથી ભુજ નો સ્થાપના દિવસ ઉજવાય છે તે રીતે આ વખતે પણ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સાદાઈથી અને સરકાર ની ગાઈડલાઈન મુજબ ઉજવવામાં આવશે એમ સત્યમ ના અધ્યક્ષ દર્શક અંતાણી જણાવ્યું હતું ભુજ શહેરના બાળકો માટે ભુજના ઐતિહાસિક દ્રશ્ય દોરવા ની સ્પર્ધા યોજાશે આ ઉપરાંત પાંચ નાકા અને છઠ્ઠીબારી જ્યારે રિલોકેશન સાઇટ ને દૂધની ધારવડી કરવામાં આવશે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને મર્યાદિત સંખ્યા ની હાજરીમાં જ આ કાર્યક્રમ યોજાશે ભુજ નો ઐતિહાસિક ૪૭૩મો સ્થાપના દિને વિવિધ કાર્યક્રમોમાં પ્રજાજનોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.