દિલ્હી-

ઘણી મોબાઈલ એપમાં વેબ સીરીઝના નામે ક્રૂરતા બતાવવામાં આવી રહી છે. ગુંડાઓ, બાહુબલીઓ સત્યાનાશ કરીને લોકોના મનમાં તેમની એક હીરોવાળી છબી ઉભી કરી રહ્યા છે. આ વેબ સીરીઝમાં ગેંગવોર દરમ્યાન કે રસ્તે ચાલતા નાનકડી વાત પર પણ ક્રૂરતાથી હત્યા કરી દે છે. સમાજ માટે આ યોગ્ય નથી. હરિયાણા પોલીસની ક્રાઈમ બ્રાંચમાં લાંબા સમયથી તૈનાત ઈન્સ્પેક્ટર યશવંતસિંહે કહ્યું  કે 2 દિવસ પહેલા ગુડગાંવમાં કાર લૂંટ દરમ્યાન યુવતી અને યુવક પર કાતિલ હુમલો એ સ્પષ્ટ બતાવે છે કે ગુંડાઓ હવે કેટલા ક્રૂર થઇ ગયા છે. અગાઉ ફરીદાબાદ માં વિદ્યાર્થીની નિકિતાની ધોળાદિવસે હત્યા કરનાર આરોપીએ પૂછપરછમાં કબૂલાત કરી દીધી છે કે તેણે વેબ સીરીઝ જાેયા બાદ હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

ઈન્સ્પેકટરે જણાવ્યું હતું કે લૂંટ દરમ્યાન કારમાં ક્યારેક આટલી બર્બરતા જાેઇ નથી. ગુંડાઓ વધુમાં વધુ મારપીટ કરી દેતા હોય છે, પિસ્તોલના બટથી મારી દે છે. પરંતુ આ વારદાતમાં તો ગુંડાઓએ જાણે કે બંનેને જાનથી મારી નાંખવાનું નક્કી કરી રાખ્યું હતું. યુવકનું કિસ્મત થોડુંક સારું હતું કે તે ગોળીથી બચી ગયો. હાલ પોલીસના ઇંટરસેપ્શન સેલમાં ઇન્ચાર્જ તરીકે તૈનાત ઈન્સ્પેક્ટર યશવંતે જણાવ્યું હતું કે તેના માટે માત્ર લોકો જ તેનું સમાધાન કરી શકે છે. લોકો આ વેબ સીરીઝને જાેવાનું છોડી દે,

તો પછી તેમની કમાણી ખત્મ થઇ જશે. આવી સ્થિતિમાં આ વેબ સીરીઝ બનાવવાનું કોઈ ઔચિત્ય રહેશે જ નહીં. કેટલાંય મોબાઇલ પર આ વેબ સીરીઝ ચાલી રહી છે. દરેક એપ પર મોટાભાગે આવી વેબ સીરીઝ એક્સક્લુઝિવ લોન્ચ કરાય છે જેથી કરીને લોકોમાં રસ ઉભો થાય અને તેને જુએ. તેના માટે અલગ-અલગ એપનું સબ્સક્રિપ્શન લેવું પડે છે. જેમાં લોકોના રૂપિયા ખર્ચ થઇ રહ્યા છે અને કમાણી આ વેબસીરીઝ વાળાઓની જ થઇ રહી છે.