દિલ્હી-

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ પૂર ઝડપે ફેલાઈ રહ્યુ છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બ્રાઝીલને પાછળ છોડીને બીજા સ્થાન પર પહોંચી ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શુક્રવારના રોજ છેલ્લા 24 કલાક દરમિયાન 860૫૨ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 5818570 સુધી પહોંચી ગઈ છે.

દેશમાં સતત છેલ્લા પાંચ દિવસથી કોરોના વાયરસના સંક્રમણમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા નવા નોંધાતા સંક્રમિતોના કેસો કરતા વધારે નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 81177 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને 4756164 સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શુક્રવાર સવારે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો ૯૭૦૧૧૬ સુધી પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં ૧૧૪૧ લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને 92290 સુધી પહોંચી ગયો છે. જાે કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ 81.74 ટકા સુધી પહોંચ્યો છે.

ICMRના જણાવ્યાં મુજબ 24 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 6 કરોડ 89 લાખ સેમ્પલ ટેસ્ટ કરાયા હતાં. જેમાંથી 15 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઈ કાલે કરવામાં આવ્યું. આ બધા વચ્ચે દિલ્હીમાં કોવિડ-19ના 3834 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા હવે 2.60 લાખ થઈ ગઈ છે. સંક્રમણથી 36 વધુ દર્દીઓના મોત થયા બાદ કુલ મૃત્યુઆંક ૫૧૨૩ થયો છે. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય બુલેટિન મુજબ દેશની રાજધાનીમાં સંક્રમિતોની સંખ્યા 260623 થઈ છે.