ગાંધીનગર-

કોરોના કહેર વચ્ચે આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં જાેરદાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાના એંધાણ મળી રહ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં ચાલું સીઝનનો ૪૦ ટકા વરસાદ વરસી ગયો છે. ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં કોરોનાકાળમાં જુલાઈ મહિનામાં સારો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની કોઈ ઘટ નથી. છેલ્લા ૩ દિવસ રાજ્યમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારો અને અમદાવાદમાં પણ સારો વરસાદ પડ્યો હતો. જણાવી દઈએ કે છેલ્લા ૩ દિવસથી ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૫ દિવસ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ પડશે. ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. સામાન્ય રીતે દરવખતે ઓગસ્ટ મહિનામાં વરસાદી સિસ્ટમ બનતી હોય છે જેનાથી ગુજરાતને સારો વરસાદ મળતો હોય છે. આ વખતે પણ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્્યતા દર્શાવાઈ રહી છે. હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો ૪૦ ટકા વરસાદ વરસી ચૂક્્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની ઘટ નથી પરંતુ ઉત્તર ગુજરાતમાં સામાન્ય ઘટ છે જે ઓગસ્ટમાં પૂરી થઈ શકે છે જાેકે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે જુલાઈ મહિના સુધીમાં સારો વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં પણ હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમણે પણ ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં વરસાદી સિસ્ટમ બનતી હોય છે જેનાથી ગુજરાતને સારો વરસાદ મળતો હોય છે. ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શકયતા છે. ગુજરાત રિજયનમાં સામાન્ય ઘટ છે જે ઓગસ્ટમાં પુરી થવાની વાત જણાવી છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં ૩ ઈંચ નોંધાયો છે. જ્યારે અમરેલીના વાડીયામાં પણ ૩ ઈંચ જેટલો ૭૨ મિમિ વરસાદ નોંધાયો છે. રાજકોટના કોટડા સાંગાણીમાં ૫ મિમિ, છોટાઉદેપુરના જેતપુર પાવી અને ભરૂચના નેત્રંગમાં ૪૩ મિમિ, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં ૪૨ મિમિ વરસાદ નોઁધાયો છે. જ્યારે સુરતના કામરેજમાં ૨૯ મિમિ અને પોરબંદરમાં ૨૬ મિમિ વરસાદ પડ્યો છે.