વડોદરા, તા.૫

રાજ્યમાં નિસર્ગ વાવાઝોડાનું જાખમ ટળ્યું છે પરંતુ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આજે સવારથી આંશિક વાદળ છાયા વાતાવરણ બાદ સાંજે સુસવાટા મારતા પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વડોદરાના મોટાભાગના વિસ્તારો તેમજ છોટાઉદેપુર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. તેજ ગતીએ ફૂંકાયેલા પવન સાથે વરસાદમાં બોડેલી પાસે વડોદરાના પરિવારની કાર પર તોતિંગ વૃક્ષ તૂટી પડતાં ચાલકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે પરિવારના ૬ સભ્યોનો આબાદ બચાવ થયો હતો. ગણતરીના સમયમાં પડેલ ધોધમાર વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા પાલિકાના પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઇ હતી. જ્યારે ૬ જેટલા સ્થળે વૃક્ષો ધરાશાઇ થવાના બનાવો પણ બન્યા હતાં.

વડોદરામાં તા.૨૯મી મેંના રોજ રાત્રે વીજળીના કડાકા સાથેવરસાદ થયો હતો જ્યારે નિસર્ગ વાવાઝોડાની અસર હેઠળ બે દિવસપૂર્વે તેજ ગતિએ પવન ફુંકાયા બાદ આજે સવારથી આંશિક વાદળીયા માહોલ વચ્ચે સાંજે પાંચ વાગે ૪૦ કિ.મી.ની ઝડપે તેજ ગતિએ પવન ફુંકાતા ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો પરેશાન થયા હતાં. ત્યાં એકાએક પવનસાથે ધોધમાર વરસાદ શરૂ થતા ઓફિસમાંથી છુંટીને ઘરે જતા લોકો અટવાઇ ગયા હતાં. લગભગ ૨૦ થી ૨૫ મિનિટ ધોધમાર વરસાદ ખાબકતા શહેરના દાંડિયા બજાર, રાવપુરા રોડ, ખંડેરાવ માર્કેટ પાછળ, લહેરીપુરા રોડ વગેરે વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા પાલિકા દ્વારા હાથ ધરાયેલ પ્રિ-મોન્સુન કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા હતાં.સુસવાટા મારતા પવન સાથે વરસાદ ખાબકતા શહેરના ૬ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યા હતાં. સદનસીબે કોઇને ઇજા કે જાનહાની થઇ ન હતી. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક સ્થળે વરસાદ થયો હતો જ્યારે પડોસી છોટાઉદેપુર જિલ્લામાં સુસવાટા મારતા પવન સાથે ધોધમાર વરસાદ થયો હતો. વડોદરાના છાણી વિસ્તારમાં રહેતો સિંદે પરિવાર બોડેલી રહેતા સબંધીની ખબર જાવા માટે કાર ભાડે કરીને ગયા હતાં. ખબર જાઇને પરત ફરી રહ્યા હતાં તે દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ શરૂ થતા બોડેલી-વડોદરા હા-ઇવે પર તેમની કાર પર તોતીંગ વૃક્ષ ધરાશયી થતા કાર દબાઇ ગઇ હતી. જેમાં કારચાલક હરીશ વાઘેલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે શિંદે પરિવારના ૬ સભ્યોનો આબાદ બચાવ થયો હતો. બનાવ બનતા સ્થાનિક લોકો તુરંત દોડી આવ્યા હતાં અને કારમા ફસાયેલા પરિવારને બહારકાઢી ૧૦૮ એમ્બ્યુલન્સમા નજીકની હોÂસ્પટલમાં ખસેડાયા હતાં. બોડેલી વડોદરા રોડ પર અનેક વૃક્ષો ધરાશાયી થયા હતાં. જેના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. જાકે વરસાદને પગલે ઠંડક થતા લોકોએ થોડી રાહત અનુભવી હતી.

ક્યાં ક્યાં વિસ્તારમાં પાણી ભરાયા

ખંડેરાવ માર્કેટ પાછળ, દાંડિયા બજાર, રાવપુરા રોડ, વાડી ટાવર પાસે, લહેરી પુરા રોડ, એસ.એસ.જી. હોÂસ્પટલ, રાજમહેલ રોડ