છોટાઉદેપુર

છોટાઉદેપુર પસાર કરી કંડોળા ગામ પાસે ટ્રક ચાલકે પોતાની સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.રંગપુર સરલીના ખેડૂતો પોતાના ખેતરમાં પકવેલી કાકડી રાજકોટ માર્કેટમાં વેચવા જઈ રહ્યો હતો.ત્યાં રસ્તામાં જ અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતની જાણ થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવી અને સામાન્ય ઇજા પામેલા લોકોને તાત્કાલિક સારવાર કરાવવી અન્ય ગાડી બોલાવી ગ્રામજનોએ ખેડૂતને તમામ કાકડી બીજી ગાડીમાં ભરી આપી સેવાનું કાર્ય કર્યું હતું.