આ એક રાજસ્થાની વાનગી છે જે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ વાનગીમાં સ્વાદ સાથે ગુણવતા પણ સમાયેલ છે. એને બધા લોકો ખૂબ પસંદ કરે છે આવો જાણીએ કેવી રીતે બને છે દાલ -બાટી.

આ વાનગી જ્યારે રજા હોય , ઘરે મેહમાન આવ્યા હોય કે કોઈને કઈક ખાસ ખવડાવું હોય તો આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. એને બનાવતામાં તમે બહુ વાતચીત સાથે આ તૈયાર કરી શકો છો. હવે વધારે વાત ન કરતા અને તમને આ વાનગીની વિધિ જણાવીએ છે અને એક સ્પેશલ ભોજન તૈયાર કરીએ છે.

બાટી માટે સામગ્રી:

ઘઉંનો લોટ -400 ગ્રામ ,રવો - 100 ગ્રામ  ,ઘી- 100 ગ્રામ  ,અજમો- અડ્ધી નાની ચમચી  ,બેકિંગ સોડા - અડ્ધી નાની ચમચી  ,મીઠું -સ્વાદપ્રમાણે  

બનાવવાની રીત:

લોટ અને રવાને એક વાસણમાં મિક્સ કરી લો એમાં 3 ચમચી ઘી , બેકિંગ સોડા અજમા અને મીઠું નાખી મિક્સ કરો. હૂંફાણા પાણીની સહાયતાથી લોટને રોટલીના ક લોટથી થોડું ટાઈટ બાંધી લો. લોટને 20 મિનિટ માટે ઢાંકીને મૂકી દો. જેથી લોટ ફૂલીને સેટ થઈ જાય . 20 મિનિટ પછી આ લોટને તેલના હાથથી મસળીને ચિકણો કરી લો. બાંધેલા લોટથી થોડું લોટ લઈને એમના ગોળ ગોલા બનાવી લો. હવે તંદૂરને ગરમ કરો. તંદૂરમાં લોટની બનાવેલા એ ગોળા શેકવા માટે રાખો. આ ગોળાને તંદૂરમાં પલટી-પલટીને શેકો. બાટી ફટવા લાગશે અને બ્રાઉન થઈ જશે . શેકેલી બાટીને પ્લેટમાં રાખી લો. હવે શેકેલી બાટીને વચ્ચેથી ફોડીને ઘી માં ડુબાડીને કાઢી લો.