હિમાચલ પ્રદેશ-

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં ભારે ભૂસ્ખલન થયું છે. પાઓન્ટા સાહિબથી રોહરુ તરફ જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ 707 બડવાસ નજીક લગભગ 50 થી 100 મીટર સુધી આખો રસ્તો ડૂબી જવાને કારણે બ્લોક થઈ ગયો છે. પાઓન્ટા, સાટોનથી કામરાઉ, કફોટાથી શિલાઇ તરફના વૈકલ્પિક માર્ગો કિલોદ-ખેરવા (ઉત્તરાખંડ) માશુ-ચ્યોગ-જખ્ના થઇને પહોંચી શકાય છે. વહીવટી તંત્રનું કહેવું છે કે રસ્તો પુન :સ્થાપિત કરવામાં બે થી ત્રણ દિવસનો સમય લાગી શકે છે.

હિમાચલ પ્રદેશમાં 2 ઓગસ્ટ સુધી વરસાદનું યલો એલર્ટ છે અને 4 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં હવામાન ખરાબ રહેવાની આગાહી છે. શુક્રવારે પાંચ જિલ્લાના ચંબા, મંડી, કુલ્લુ, સિમલા અને સોલનના કેટલાક વિસ્તારોમાં પૂરની ચેતવણી આપવામાં આવી છે.