રાજકોટ-

રાજકોટની મહિલા એડવોકેટને અમદાવાદમાં રહેતા પતિ અને સાસુ-સસરા માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા એડવોકેટ ફાતિમા (નામ બદલ્યું છે)એ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, મારો પતિ ઇલ્યાશ (નામ બદલ્યું છે) એન્જિનિયર છે. આથી મારા પતિ અને સાસુ-સસરા મને પૈસાવાળી છોકરી મળી જાત પરંતુ તું ભટકાણી કહી માનસિક અને શારીરિક ત્રાસ આપે છે. રાજકોટના જ્યુબેલી નજીક એપાર્ટમેન્ટમાં રહેતી ફાતિમાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં અમદાવાદ સરખેજ રોડ પર એક એપાર્ટમેન્ટના ફલેટમાં રહેતા પતિ ઇલ્યાશ, તબીબ સાસુ શબીના (નામ બદલ્યું છે) અને સસરા ઇકબાલ (નામ બદલ્યું છે)ના નામ આપ્યા છે.

ફાતિમાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે માતા-પિતા સાથે છેલ્લા દોઢ મહિનાથી રાજકોટમાં રહે છે. તેમજ મોચી બજાર કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરે છે. ૧૪ જુન ૨૦૨૦ના રોજ અમદાવાદના ઇલ્યાશ સાથે મારા બીજા લગ્ન થયા હતા અને પતિના ત્રીજા લગ્ન છે. તે ૈં્‌ એન્જિનિયર છે. લગ્ન બાદ પોતે અમદાવાદમાં પતિ, સાસુ, સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. લગ્નના ૧૫ દિવસ સારી રીતે ચાલ્યા હતા. બાદમાં ડોક્ટર સાસુ-સસરાએ કહ્યું હતું કે, તારી સ્ક્રીન ફીકી લાગે છે આ દવા લે અને હું એ દવા લેતી તો ગળામાં ચાંદા પડી જતા હતા. દવા પીવાની ના પાડતી તો મનેઉશ્કેરાયને કહેતા કે ડોબા જેવી દવા તો લેવી જ પડશે.

તેમ કહી મારા પર પ્રેશર રાખતા અને રસોઇ બનાવતી હોવ ત્યારે સાસુ આવીને બેસે અને મીઠાથી માંડી તમામ વસ્તુ કેમ નાખવી કેમ ન નાખવી તેમ મેણાટોણા મારતા હતા. આ બાબતે પતિને વાત કરતા ઉગ્ર થઇને મારા મમ્મી-પપ્પા કહે તેમજ તારે કરવાનું છે તેમ કહેતા હતા. અને સાસુ-સસરા કહેતા કે મારો દિકરો ૈં્‌ એન્જિનિયર છે તારાથી સારી પૈસાવાળાની છોકરી મળી જાત અને અમને તો એક લાખ રૂપિયા કમાતી છોકરી મળતી હતી પણ અમારા ભાગ્ય ખરાબ કે, તું ભટકાણી. અમારી મોટી વહુ કરોડપતિની દીકરી છે અને તેના મા-બાપએ બેંગ્લોરમાં મકાન લઇ આપ્યું છે.