નવી દિલ્હી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) ના ભ્રષ્ટાચાર વિરોધી ટ્રિબ્યુનલે શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર દિલ્હારા લોકુહિતેજેને આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવ્યા હતા. ત્યારબાદ તેના પર ક્રિકેટના તમામ બંધારણો રમવા માટે આઠ વર્ષ માટે પ્રતિબંધ મૂકાયો હતો.

મીડિયા હાઉસના રિપોર્ટ અનુસાર ૪૦ વર્ષીય બોલર દિલહારાને આઇસીસી એન્ટી કરપ્શન ટ્રિબ્યુનલ દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી નિયમોના ભંગ બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. દિલહારાને કોડ ૨.૧.૧, ૨.૧.૪ અને ૨.૪.૪ નો ભંગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા.

આઇસીસી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર દિલહરા પર આઇસીસી દ્વારા ટી-૧૦ લીગમાં ઇસીબીના ભ્રષ્ટાચાર વિરોધી કોડના ઉલ્લંઘન માટે પણ અમીરાત ક્રિકેટ બોર્ડ (ઇસીબી) વતી આરોપ મૂક્યો છે. તેનો પ્રતિબંધ ૩ એપ્રિલ, ૨૦૧૯ થી શરૂ થશે. જ્યારે દિલહરાને શરૂઆતમાં સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.