અંક્લેશ્વર, અંકલેશ્વર તાલુકા ના અડોલ ગામની સીમ માં બિનઅધિકૃત રીતે માટી ખોદીને એક્સપ્રેસ હાઇવે ની કામગીરી માં વાપરવા નું કૌભાંડ ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા ડ્રોન સર્વેલન્સ ની મદદ થી ઝડપી લેવામાં આવ્યુ હતુ, અને બે પોકલેન મશીન અને બે ડમ્પર કબ્જે કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્રાપ્ત સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકા ના અડોલ ગામની સીમમાં ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા ડ્રોન સર્વેલન્સ ની મદદથી તપાસ શરુ કરવામાં આવી હતી , જેમાં માટી ચોરીનું કૌભાંડ ઝડપાય ગયુ હતુ.ખાણ ખનીજ વિભાગ ની કાર્યવાહી માં બે પોકલેન મશીન ની મદદથી બિન અધિકૃત રીતે માટી ખોદકામ કરતા અને બે ડમ્પર જેના નંબર ય્ત્ન-૦૫-મ્ઢ-૭૪૬૭ અને ય્ત્ન-૦૧-ઝ્રઠ-૬૦૯૯ મળી આવ્યા હતા.ખાણ ખનીજ વિભાગે બે પોકલેન મશીન અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે જ્યારે બે ડમ્પર ભરૂચ કલેકટર કચેરી ખાતે રાખીને સીઝ કર્યા હતા. ખાણ ખનીજ વિભાગ ના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ સદ્ભાવ એન્જીનિયરિંગ નાં પેટા કોન્ટ્રાકટ દ્વારા આ માટી ખોદીને એક્સપ્રેસ હાઇવે ના કામ માટે લઇ જતા હોવાનું જાણવા મળ્યુ હતુ.આ ઉપરાંત ખોદકામ વિસ્તાર ની યોગ્ય માપણી કરીને કસુરવારો સામે દંડનીય કાર્યવાહી કરવાની તજવીજ ખાણ ખનીજ વિભાગ દ્વારા શરુ કરવામાં આવી હતી.