ડભોઇ, ડભોઇ વેગા નજીક ૩.૩૦ ના સમય દરમ્યાન ડભોઇ પોલીસ સૂચના મુજબ માસ્ક ન પહેરલા ઇસમો સામે કાર્યવાહી કરી રહી હતી તે અરસામાં નેપાલ નગર મધ્ય પ્રદેશ રહીશો દીકરી ના લગ્ન અર્થે જમણાનગર જઇ રહ્યા હતા તે અરસામાં તમામે માસ્ક ન પહેરેલ હોય ડભોઇ પોલીસ દ્વારા માસ્ક ની પાવતી આપતા મહિલાઓ ઉગ્ર બની હતી અને પોલીસ સાથે રક ઝક કરવા લાગેલ અને પોલીસ દ્વારા મહિલાઓ સાથે ગેરવર્તણૂક થી વાત કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે વેગા નજીક રોડ ઉપર ઊભા રહી જઇ રસ્તો બંધ કરી દીધો હતો આખરે ડભોઇપી.આઈ.જે.એમ.વાઘેલા સ્થળ ઉપર આવી જતાં તમામ ૧૨ ઉપરાંત મહિલાઓ ની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.ડભોઇ વેગા ત્રિભેટ નજીક બપોરે ૩.૩૦ સમય દરમ્યાન બનેલ બનાવ માં ડભોઇ પોલીસ ના જવાનો ઉપર થી મળેલ સૂચના આધારે વેગા નજીક વાહન ચેકિંગ કરી માસ્ક ન પહેરલા ઇસમો સામે કાયદેસર દંડનીય કાર્યવાહી કરી રહ્યા હતા જે અરસામાં બોડેલી તરફ થી નેપાલનગર મધ્ય પ્રદેશ થી કેટલીક મહિલાઓ અને બાળકો વડોદરા તરફ દીકરી ના લગ્ન પ્રસંગ માટે જઇ રહ્યા હતા.