દાહોદ : દાહોદ શહેરમાં દર વર્ષે મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ માસ દરમિયાન તાજીયા બનાવી અંતિમ દિવસે શહેરમાં ભવ્ય જુલૂસ કાઢવામાં આવતું હતું પરંતુ આ વખતે કોરોના વૈશ્વિક મહામારી ને પગલે મોટા તાજીયા નું નિર્માણ ન કરી માત્ર નાની ઝરી સ્વરૂપે તાજીયા બનાવી પોત પોતાના વિસ્તાર તેમજ સ્થાનો પર આજે તાજીયા ઠંડા કરવામાં આવ્યા હતા. 

સમગ્ર વિશ્વમાં કોરોના વૈશ્વિક મહામારી અને કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ભારત દેશમાં પણ કોરોના નો કાળો કેર વર્તાવતા સરકાર દ્વારા પ્રજાલક્ષી અનેક જાહેરનામાઓ પ્રસિદ્ધ કરી લોકોને કોરોના સંક્રમણથી સાવચેત રહેવા પણ કરવામાં આવી છે ત્યારે બીજી તરફ તહેવારોની મજા પણ ફિક્કી પડવા માંડી છે આવા સમયે મુસ્લિમ બિરાદરો દ્વારા દર વર્ષે મોહરમ માસમાં તાજિયા બનાવવામાં આવે છે અને આખરી દિવસે તાજીયા સાથે શહેરભરમાં કાઢી પાણીમાં ઠંડા કરવામાં આવે છે પરંતુ આ વખતે કોરોના વૈશ્વિક મહામારી ને ધ્યાને રાખી તેમજ સરકારની ગાઇડ લાઇનને અનુસરી દાહોદ શહેરમાં તાજિયાનું જુલૂસ મોકૂફ રાખવામાં આવ્યું હતું અને મુસ્લિમ વિસ્તારોમાં આ વખતે મોટા તાજીયા નું નિર્માણ ન કરી માત્ર ના તાજીયા (ઝરી) બનાવવામાં આવી હતી.