ન્યૂ દિલ્હી

મોડી રાત્રે દિલ્હી એનસીઆરમાં ગરમીથી લોકોને રાહત મળી છે. દિલ્હી એનસીઆરમાં મોડી રાત્રે જોરદાર પવન, વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. આપને જણાવી દઈએ કે રાત્રે 11 વાગ્યાની આસપાસ દિલ્હી એનસીઆરમાં પવન ફૂંકાવા લાગ્યો હતો. ગુરુવારે મોડી રાત્રે હળવા વરસાદના કારણે તાપમાન 29 ડીગ્રીથી નીચે આવી ગયું હતું. મળતી માહિતી મુજબ પાટનગર દિલ્હી અને એનસીઆરના વિસ્તારોમાં પણ હળવા ઝરમર વરસાદ જોવા મળ્યો હતો અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. તે જ સમયે લોકોને ઘણી જગ્યાએ વીજળીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અહીં સપ્તાહ દરમિયાન તૂટક તૂટક ઝરમર વરસાદ જોવા મળી શકે છે.

ભારતીય હવામાન વિભાગે ગુરુવારે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ખૂબ સારી ગતિએ આગળ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં તે આગામી બે દિવસમાં બંગાળ અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં પહોંચશે. હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ચોમાસું ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગણા, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશના ભાગોમાં પણ પહોંચી ગયું છે.