આણંદ : આણંદના લાંભવેલમાં પૂર્વ જમાઈએ નશામાં ધૂત થઈ ધોળે દિવસે સાસુની કમકમાટીભરી હત્યા કરતાં પંથકમાં ચકચાર મચી છે. હત્યારા જમાઈએ આ અગાઉ પણ બે કે ત્રણ વખત હુમલા કરી ચૂક્યો છે. વૃદ્ધ મહિલાની હત્યા કરી આરોપી તીક્ષ્ણ હથિયાર આજુબાજુમાં લોકોને મારવા હવામાં વિંઝતો હતો ત્યારે ગામ લોકોએ ઢીબી નાખી પોલીસને હવાલે કર્યો હતો.

સૂત્રોના જણાવ્યાં મુજબ, આણંદના લાંભવેલ ખાતે રહેતાં ૬૫ વર્ષીય રંજનબેન પટેલની દીકરીનાં લગ્ન ચકલાસીના નિકુંજ બારોટ નામના યુવક સાથે થયાં હતાં. નિકુંજ બારોટ ખરાબ અને સાયકો પ્રકારની માનસિકતા ધરાવતો હોવાથી પત્ની પોતાના પિયર લાંભવેલ ખાતે આવતી રહી હતી. ત્યારે પણ તે અહીં આવી અવારનવાર પત્ની સાથે ઝગડા કરી મારઝૂડ કરતો હતો. નિકુંજના વ્યવહારથી તંગ આવી રંજનબેનની દીકરીએ તેની સાથે છૂટાછેડા લઈ લીધાં હતાં અને બીજા લગ્ન કર્યા હતાં. લગ્ન તૂટી જતાં અને પૂર્વ પત્નીનો અન્ય ઘરસંસાર શરૂ થઈ જતાં આરોપી બદલાની ભાવનાથી પીડાતો હતો.

આજે બનેલી ઘટના વિશે ત્યાં હાજર પડોશીઓએ જણાવ્યું હતું કે, તેઓ ૪ મહિલાઓ રહેણાંકના સ્થળે વાતો કરતાં હતાં ત્યારે અચાનક આરોપી ઘર પાસે ધસી આવ્યો હતો. અપશબ્દો બોલી રહ્યો હતો. આરોપીનું વર્તન અને માનસિક્તા સાયકો પ્રકારની હોવાથી પડોશીઓ ડઘાઈ ગયાં હતાં. પડોશી મહિલાઓ ઘરની અંદર જતાં રહ્યાં હતાં, પણ મૃતક રંજનબહેન બહાર જ હતાં. દરમિયાન આરોપી નિકુંજ બારોટે ઝાંપો બહારથી બંધ કરી દીધો હતો અને મૃતક રંજનબેન પટેલ ઉપર હિંસક જીવલેણ હુમલો કર્યો હતો. ઉપરા છાપરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકતા રંજનબેન સ્થળ ઉપર જ ઢળી પડ્યાં હતાં. જાેકે, આરોપી નિકુંજ બારોટ ઉપર ખૂની માનસિક્તા સવાર જ હતી. એ ત્યાં જ હતો. ગામના જ યુવાન ભૂમિત પટેલે તક જાેઈ એક લાકડી દ્વારા નિકુંજ બારોટ ઉપર ઘા કરતાં તે જમીન પર પટકાયો હતો. ગામ લોકોએ ભેગાં થઈ તેને ઝડપી લીધો હતો. ગામલોકોએ પોલીસને ફોન કરતાં આણંદ ગ્રામ્ય પોલીસ સ્થળ ઉપર આવી આરોપીને ઝડપી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી નિકુંજ બારોટે આ અગાઉ પણ મૃતકના પડોશી ઉપર બે વાર હુમલો કર્યો હતો.

મૃતક રંજનબેન પટેલના દીકરા ઉપર પણ એક વાર હુમલો કરી ચૂક્યો છે. આ બાબતની પોલીસ ફરિયાદો પણ થઈ હતી. આ વખતે પણ નિકુંજ બારોટ હત્યા કરવાના આશયથી નશામાં ધૂત થઈને જ તેનાં પૂર્વ સાસરે આવ્યો હતો.ુ