કુઆલાલંપુર

ભારત ૨૦૨૨ માં નવી મુંબઈ, અમદાવાદ અને ભુવનેશ્વરમાં એએફસી મહિલા એશિયા કપ ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરશે. ભારતમાં આ ટુર્નામેન્ટ ૨૦ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી વચ્ચે રમાશે. ૨૦૨૨ માં ભારતનો ફીફા અંડર-૧૭ મહિલા વર્લ્ડ કપ પણ યોજાશે. કન્ફેડરેશન ઓફ એશિયન ફૂટબોલના જનરલ સેક્રેટરી, ડેટો વિન્ડસર જ્હોને કહ્યું એશિયામાં મહિલા ફૂટબોલ વર્લ્ડ ક્લાસ છે અને એઆઈએફએફ અને એલઓસીએ શાનદાર યજમાનો પસંદ કર્યા છે. અમને ખાતરી છે કે આ ટૂર્નામેન્ટ ખૂબ જ સફળ થશે. તેની મેચ નવી મુંબઈના દે વાઈ વાટીલ સ્ટેડિયમ, અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયમ અને ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ ખાતે રમાશે. ટૂર્નામેન્ટના ક્વોલિફાયર ૧૩ થી ૨૫ સપ્ટેમ્બર દરમિયાન રમવામાં આવશે અને ૨૭ મેના રોજ અહીંના એએફસી મુખ્ય મથકમાં ડ્રો લેવામાં આવશે.