મુંબઇ-

કોરોનાનું સંકટ વધી રહ્યું હોવાથી રાજ્ય સરકારે કડક પ્રતિબંધો જાહેર કર્યા હોવાથી ફળ અને શાકભાજી માર્કેટ સવારે સાત વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે એવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. જાેકે, ચિકન-મટન શોપની દુકાનો સાતે દિવસ ખુલ્લી રાખવાનો અજીબ ર્નિણય લીધો હોવાથી શાકભાજી અને ફળ વિક્રેતાઓ માટે સરકાર ઓરમાયું વર્તન કરી રહી હોવાનું જણાઇ રહ્યું છે.

સરકારે આ અંગેનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, ચિકન-મટનની દુકાનો અઠવાડિયાના સાત દિવસ સુધી સવારે સાત વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. ત્યારબાદ આખો દિવસ હોમ ડિલિવરીની મંજૂરી આપવામાં આવી છે. દુકાન વધુ સમય સુધી ખુલ્લી રાખવામાં આવશે તો સરકારી આદેશ અનુસાર દંડ કરવામાં આવશે. વાહનોમાં પરિવહન પર કોઇ પ્રતિબંધ નથી તેથી ચિકન-મટન સિવાય આંબાની દુકાનો પણ ૧૧ વાગ્યા સુધી ચાલુ રાખવાની અનુમતિ આપવામાં આવે એવી માણી થઇ રહી છે. આ વસ્તુની ખરીદી કરતી વખતે કોરોના સંબંધિત આરોગ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. ચિકન અને મટનની જેમ શાકભાજી અને ફળ ખાનારા નાગરિકોની સંખ્યા પણ વધુ છે. નિર્ધારિત કરવામાં આવેલા સમયમાં ફળ અને શાકભાજીની ખરીદી કરવામાં નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. તેમ છતાં સરકારે ચિકન-મટનની દુકાનો સાતે દિવસ ખુલ્લી રાખવાનો અજીબ ર્નિણય લઇને શાકભાજી અને ફળ વિક્રેતાઓ સાથે ઓરમાયું વર્તન કર્યું છે એવું જણાઇ રહ્યું છે.