બારડોલી

સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં જાંખલા ગામે બે દિવસમાં બીજો દીપડો પાંજરે પુરાયો છે. બે બે દિવસ અગાઉ જ દોઢ વર્ષીય દીપડો પાંજરે પુરાયો હતો. ત્યારબાદ આજરોજ ફરી એકવાર આજ જગ્યાએ થી બીજો દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે. 

સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં જાંખલા ગામે આવેલ હારુન પોલ્ટ્રી ફાર્મ નજીક અવાર નવાર દીપડો નજરે પડી રહ્યો હતો. જે અંગે જાંખલા ગામના નુરમહમદ ગોસલાએ માંડવી વનવિભાગને જાણ કરી હતી. જેથી વનવિભાગની ટીમે પોલ્ટ્રી ફાર્મ નજીક મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું. જેમાં ગત તા-28 જુલાઇના રોજ વહેલી સવારે મારણ ખાવાની લાલચે દોઢ વર્ષીય નર દીપડો પાંજરે પુરાયો હતો. ત્યારબાદ આ વિસ્તારમાં હજુ પણ દીપડાઓ ફરી રહ્યા હોવાની જાણ ગ્રામજનોએ વનવિભાગને કરતાં આજ જગ્યા ઉપર પાંજરું ગોઠવ્યું હતું જેમાં આજરોજ ફરી એક નર દીપડો પાંજરે પુરાયો હતો. માંડવી વનવિભાગે દીપડાનો કબ્જો મેળવી તેને દૂર જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.