બ્રિસ્બેન

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બ્રિસ્બેનમાં રમાઈ રહેલ ચોથી ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ ઓફ સ્પિનર વોશિંગટન સુંદરને ડેબ્યુનો મોકો મળ્યો છે. IPL-13 પછી નેટ બોલર રૂપમાં ઓસ્ટ્રેલિયામાં લવાયેલ સુંદરની કિસ્મત ચમકી ગઈ છે અને તેમને દિગ્ગ્જ ઓફ સ્પિનર રવિચન્દ્રન અશ્વિનની જગ્યા પર ડેબ્યુ કરવાનો મોકો મળ્યો છે. વોશિંગટન સુંદરે ભારતના 301માં ટેસ્ટ ખેલાડી તરીકે ડેબ્યુ કર્યું છે. 

અશ્વિન સિડનીમાં ભારતના ઐતિહાસ ડ્રો દરમિયાન ઘાયલ થઇ ગયા હતા. આ પહેલા સુંદર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીમિત ઓવરની સિરીઝમાં રમી ચુક્યા છે. વોશિંગટન સુંદરની વાત કરીએ તો તેઓ કાનથી સાંભળી સકતા નથી. જયારે તેઓ ચાર વર્ષના હતા ત્યારે તેમને બીમારી અંગે ખબર પડી હતી. ઘણી હોસ્પિટલોમાં સારવાર પછી ખબર પડી કે આ રોગ અસાધ્ય છે. 

સુંદરે પણ એને લઇ કરવો પડ્યો પરેશાનીનો સામનો કરવો પડતો હતો. પરંતુ તેમણે આ કમજોરીને પોતાના પર હાવી ન થવા દીધી. સુંદરે 2016માં તમિલનાડુ ટીમમાં પોતાની જગ્યા બનાવી હતી, તેઓ કહેતા હતા કે, મને ખબર હસે કે ફિલ્ડિગ દરમિયાન ખેલાડીઓ વચ્ચે કોર્ડીનેશન કરવામાં તકલીફ થાય છે. પરંતુ તેમણે ક્યારેય આ અંગે મને ફરિયાદ નહિ કરી અને મને મારી કમજોરીનો અહેસાન ન થવા દીધો. 

સુંદર પાર્થિવ પટેલ પછી સૌથી ઓછી ઉમરમાં ટીમ ઇન્ડિયા તરફથી વન-ડેમાં ડેબ્યુ કરવા વાળા ખેલાડી બન્યા હતા. સુંદરે 18 વર્ષ 69 દિવસમાં, જયારે .પાર્થિવે 2003માં 17 વર્ષ 301 દિવસમાં વનડે ડેબ્યુ કર્યું હતું હતું. વોશિંગટન સુંદરના નામમાં એક રહસ્ય છુપાયેલું છે. એમના પિતા એમ સુંદરે પોતાના ગોડફાધર પીડી વોશિંગટનના નામ પર પોતાના દીકરાનું નામ રાખ્યું હતું. પીડી વોશિંગટને સુંદરના પિતાની ઘણી મદદ કરી અને મુશ્કેલીના સમયે પરિવાર સાથે ઉભા રહ્યા. માટે સુંદરના પિતા એમને ગોડફાધર માને છે. 

પોતાના નામને લઇ ચર્ચાનો વિષય બની ચૂકેલા સુંદર હંમેશા 55 નંબરની જર્સી પહેરે છે. સુંદરની જર્સીની ઘણો ખાસ મતલબ છે. એક ઇન્ટરવ્યૂમાં સુંદરે જણાવ્યું હતું કે એમની જન્મતિથિ અને જન્મનો સમય જર્સી નંબર પાછળ ઘણો મહત્વનો છે. સુંદરનો જન્મ 5 ઓક્ટોબરના રોજ સવારે 5 વાગ્યાને 5 મિનિટે થયો હતો. આ જ કારણે તેઓ 55 નંબરની જર્સી પહેરી મેદાનમાં ઉતરે છે.