બોડેલી, બોડેલીના ઉંચાકલમ ગામ માં મતદાન ના દિવસે ત્રણે ગામો ૫૧૩ મતદારો માંથી માત્ર એક વોટ પડ્યો હતો હતો બોડેલી ના કુંડી ઉચાકલમ ગામ , ગુજરાત વસાહત અને એમ.પી વસાહત આમ ત્રણ જગ્યાએનું ગ્રામપંચાયત ન હોવાથી ગામ લોકો ગ્રામપંચાયત ની માંગ કરે છે જ્યારે જૂનો તાલુકો સંખેડા અને નવો તાલુકો બોડેલી માં પણ આ ગ્રામ લોકો ની કોઈપણ ગ્રામ પંચાયત રેકોર્ડ ન હોવાથી અવરનવર ગામ લોકો અધિકારીઓ રજુઆત કરી થાકતા આ સ્થાનિક સ્વરાજ ચૂંટણી નો બહિષ્કાર કરી ગ્રામપંચાયત નહિ તો વોટ નહિ ના બેનરો ગલીએ ગલીએ લગાવી દીધા હતા ગ્રામજનોના જણાવ્યા મુજબ વર્ષો જૂની સમસ્યા નું નિવારણ ના આવતા હવે નેતા ઑ અને અધિકારી ઑ ની શાન ઠેકાણે લાવવા માટે હવે ચુટણી બહિકાર નું સસ્ત્ર ઉગામ્યું હતું છોટાઉદેપુર જિલ્લા ના સંખેડા તાલુકા માથી વિભાજન થતાં બોડેલી તાલુકો અસ્તિત્વ માં આવ્યો જેમા ઊચાકલમ ગામ ના લોકો ગ્રામ પંચાયત વિહોણા થઈ ગયા છે ગામ ના લોકો ગામ ના વિકાસ ને લઈ વલખાં મારી રહ્યા છે . નેતાઑ કે અધિકારી ઑ ગામ ના લોકો ની કોઈ વાત સભાળતા નથી ગામ માં સરપંચ નથી