અમદાવાદ-

પોરબંદરથી સમગ્ર રાજ્યના દરિયાકાંઠાની સુરક્ષા, રેસ્કયુ અને પેટ્રોલીંગની કામગીરી સજાગ દ્વારા સંભાળવામાં આવશે. ભારતીય નૌસેનામાં કોસ્ટગાર્ડ વિભાગમાં સજાગનું ખુબજ મહત્વ રહ્યું છે. 105 મીટર લંબાઈની શ્રેણીના પેટ્રોલ સંચાલીત સજાગ ભારતીય કોસ્ટગાર્ડમાં સુરક્ષા માટે સદા તત્પર રહ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડાભોલ દ્વારા આ જહાજને મંજૂર કરવામાં આવ્યું હતું. 

રેડી રીલેવેન્ટ અને રિસ્પોન્સીવની ફરજ સુપેરે બજાવતા સજાગમાં ઈન્ટેગ્રેટેડ બ્રીજ સીસ્ટમ, મશીનરી કંટ્રોલ સીસ્ટમ, પાવર મેનેજમેન્ટ અને બે હાઈસ્પીડ શી બોટથી ફુલ્લી લોડેડ જર્મન ટેકનોલોજીથી બનાવેલા આ જહાજની ઝડપ 26 ક્નોટસની જાણવા મળે છે. 9 મેગા વોલ્ટ ડિઝલ એન્જીનની વધારાની શક્તિ ધરાવતા સજાગમાં રિમોટ કંટ્રોલ સીસ્ટમ પણ ઉપલબ્ધ છે. પેટ્રોલીંગ માટેની તમામ સાધન સામગ્રી, ઓટોમેટીક વેપન્સ સીમ્યુલેટર, એડવાન્સ લાઈટ હેલીકોપ્ટર, સીંગર એન્જીન ચેતક ચોપર અને પ્રદુષણ નિયંત્રણ વ્યવસ્થા અને 12 અધિકારીઓ તેમજ 99 કર્મચારીઓ સાથે સજાગ કોસ્ટગાર્ડ માટે જાગતી આંખ બની રહેશે.